GSTV

પ્રમુખ ટ્રમ્પની બે દિવસીય યાત્રા ભારત માટે બનશે ફળદાઈ, ભારત-અમેરિકા વચ્ચે થઈ શકે છે આ કરારો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે. જેથી ભારતના ઉદ્યોગ જગતને આશા છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની આ મહિનાના અંતમાં યોજાનારી પ્રથમ ભારત યાત્રાના ખૂબ જ સારા પ્રમાણ હશે.

ઉદ્યોગ જગતના જણાવ્યા પ્રમાણે, આ સમય દરમિયાન બંને દેશ વચ્ચે નાના સ્તર પર એક વેપાર કરાર અને અમેરિકી કંપનીઓ દ્વાર મોટા સ્તર પર રોકાણની પ્રતિબદ્ધતા કરવાની સંભાવનાઓ છે. એક ઉદ્યોગ સંગઠને કહ્યુ કે, બંને દેશ કેટલાક ખાસ મુદ્દાઓના સમાધાન અને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે એક વેપાર કરાર પર વાતચીત કરી રહ્યા છે.

ભારત સ્ટીલ અને એલ્યુમિનિયમના કેટલાક ઉત્પાદનો પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલ કેટલાક વધારે ટેક્સમાં છૂટ આપવાની માગ કરી રહ્યા છે. તે સિવાય ભારતે વરીયતાની સામાન્યીકૃત સિસ્ટમ(GSP) હેઠળ કેટલાક ઘરેલુ ઉત્પાદનો પર નિકાસ-નફો ફરીથી સ્થાપવા માટે અને કૃષિ, ઓટોમોબાઈલ, ઓટો અને એન્જીનિયરિંગ જેવા ક્ષેત્રોના ઉત્પાદનોને વધારે પડતા બજારમાં પહોંચવાની માગ પણ કરી છે.

બીજી તરફ અમેરિકા પોતાના કૃષિ અને વિમિર્માણ ઉત્પાદનો, ડેરી વસ્તુઓ અને ડૉક્ટરી ઉપકરણો, ડેટા સ્થાનીયકરણ ક્ષેત્રમાં વધારે બજાર પહોંચવાની માગ કરી રહ્યા છે. અમેરિકાએ કેટલાક સૂચના અને સંદેશાવ્યવહાર તકનીકી ઉત્પાદનો પર આયાત ટેક્સમાં કપાતની માગ પણ કરી છે. તે સિવાય તેમણે ભારતની સાથે ઉંચા વેપારમાં નુકાસન પર પણ ચિંતા વ્યક્ત કરી છે.

ભારતીય ઉદ્યોગ પરિસંઘના મહાનિદેશક ચંદ્રજીત બેનર્જીએ કહ્યુ કે, ભારતીય ઉદ્યોગે અમેરિકામાં પોતાના રોકાણ અને રોજગારને વધાર્યો છે. તેવામાં આપણે અમેરિકામાં કામ કરી રહેલી પ્રમુખ ભારતીય કંપનીઓની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડની વાત-ચીત થવાની આશા છે. તેમણે જણાવ્યુ કે, નાના સ્તર પર એક વેપાર કરાર થવાની આશા વધુ છે, જે વધુ વ્યાપક આર્થિક ભાગીદારીનો પાયો બનાવશે.

PF
start business with 2 lakhs

એસોચેમના સેક્રેટરી જનરલ દિપક સૂદે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વેપાર વાર્તાકાર દ્વિપક્ષીય આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે કડક મહેનત કરી રહ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન ટ્રંપના સ્વાગત સમારોહની મેજબાની કરશે. તેવામાં બંને દેશ દ્વિપક્ષીય સંબંધોને એક નિર્ણાયક વધારો આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ટ્રંપ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારચના પ્રવાસ પર આવી રહ્યા છે. સૂત્રોન જણાવ્યા પ્રમાણે, આ સમય દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ 25 ફેબ્રુઆરીના રોજ દેશના મુખ્ય બિઝનેસમેન સાથે મુલાકાત કરશે. રાજધાની દિલ્હીમાં ટ્રંપની સાથે CEO ની એક બેઠક યોજવામાં આવશે, જેમાં વરિષ્ઠ અમલદારો તેમજ અમેરિકાના ટોચના અધિકારીઓ સામેલ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ સામેલ થશે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણી, ભારતી એરટેલના અધ્યક્ષ સુનીલ ભારતી મિત્તલ, ટાટા સન્સના અધ્યક્ષ એન ચંદ્રશેખરન, મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા, લાર્સન અને ટુબ્રોના પ્રમુખ એએમનાઈક અને બાયોકોનના સીએમડી કિરણ મઝુમદાર શોના નામની અપેક્ષા છે. તેમણે જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસ આ બેઠક માટે વ્યવસ્થા કરી રહ્યું છે અને મુલાકાતીઓની યાદીને વ્હાઇટ હાઉસને મંજૂરી માટે મોકલવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોના વાઈરસ સામે લડવા માટે સરકારે 15,000 કરોડના પેકેજને મંજૂરી આપી, આ રીતે કરશે નાણાનો ઉપયોગ

Mayur

coronavirus symptoms : શું થાય છે જ્યારે તમે કોવિડ- 19 થી સંક્રમિત થાવ છો

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!