GSTV
Home » News » યુ.એસ પ્રમુખ ટ્રમ્પે શ્રીલંકમાં થયેલા બોમ્બ વિસ્ફોટો પર કર્યું ખોટું ટિવ્વટ,

યુ.એસ પ્રમુખ ટ્રમ્પે શ્રીલંકમાં થયેલા બોમ્બ વિસ્ફોટો પર કર્યું ખોટું ટિવ્વટ,

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે શ્રીલંકા શ્રેણીબદ્ધ વિસ્ફોટને લઈને ખોટી ટવ્વીટ પોસ્ટ કરી હતી. જેમાં અમેરિકા પ્રમુખે શ્રીલંકા વિસ્ફોટમાં મૃત્યુ પામનાર લોકની ખોટી સંખ્યા પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે મને શ્રીલંકાના લોકો સાથે ઊંડી સહાનુભૂતિ છે. તે જ સમયે તેઓએ ભૂલથી ટ્વિટ કરી કે શ્રીલંકાની વિસ્ફોટોમાં 13.8 કરોડ લોકો માર્યા ગયા હતા. જ્યારે આ ટ્વિટ પર લોકોની પ્રતિક્રીયા શરૂ થઈ ત્યારે ટિવ્વટને ડીલીટ કરવામાં આવી હતી.

ટ્રમ્પે ત્રણ હોટલ અને ત્રણ ચર્ચમાં થયેલા વિસ્ફોટમાં 138 લોકો માર્યા ગયા હતા.જ્યારે તેમણે ભૂલથી 13.8 કરોડ લોકો મૃત્યું પામ્યા છે તે ટિવ્વટ કર્યું હતું. જ્યારે લગભગ 20 મિનિટ પછી ટ્રમ્પનાં આ ટવ્વીટને હટાવી લેવામાં આવ્યું હતું.પરંતુ આ ટિવ્વટ પર લોકોની નજરથી બચી નથી શકી અને લોકો તેને મજાક ઉડાવવા લાગ્યા.

138 people have been killed in Sri Lanka, with more that 600 badly injured, in a terrorist attack on churches and hotels. The United States offers heartfelt condolences to the great people of Sri Lanka. We stand ready to help!— Donald J. Trump (@realDonaldTrump) April 21, 2019

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા કહ્યું, “તમે મૃતકોની સંખ્યા સંશોધિત કરી શકો છો. બધું લાખોજ માપી નથી શકાતું . “ટ્રમ્પનાં એક ફોલોઅરે જણાવ્યું કે ’13 .8 મિલિયન? તમારે તથ્યો માટે રાહ જોવી જોઈએ. ‘ અન્ય એક ટ્વિટર પર લખ્યું છે, ‘અમારી વસ્તી બે કરોડ છે. 13.8 કરોડ ગણિતિક રીતે અશક્ય છે. તમે તમારી સાથે તમારી બિનજરૂરી સંવેદનશીલતા તમારી પાસે રાખો. અમને તેની જરૂર નથી. ‘ શ્રીલંકાની કુલ વસ્તી 2.17 કરોડ છે.

ત્યાર પછી ભૂલનો અહેસાસ થતા લાગણી ડોનાલ્ડ ટ્રમ્પ નાં ટિવ્વટને ડિલીટ કરવામાં આવ્યું અને નવું ટિવ્વ કરવામાં આવ્યું હતું. જ્યારે પાછળ કરવામાં આવેલા ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું હતું કે શ્રીલંકામાં ચર્ચ અને હોટલ પર આતંકવાદી હુમલામાં 138 લોકો માર્યા ગયા હતા અને 600 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અમેરિકા શ્રીલંકાના લોકોપ્રતિ સંવેદના વ્યક્ત કરે છે .અમે સહકાર આપવા તૈયાર છીએ. શ્રીલંકામાં રવિવારના રોજ ત્રણ ચર્ચો અને વૈભવી હોટેલોમાં આઠ વિસ્ફોટો થયા હતા. જેમાં ઓછામાં ઓછા બે આત્મઘાતી બોમ્બર હતા, જેમાં 200 થી વધુ લોકોની મોત થઈ હતી અને 500 લોકો ઘાયલ થયા હતા.

READ ALSO

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!