GSTV
Gujarat Government Advertisement

ટ્રમ્પે ઓબામાના એમ્નેસ્ટી કાર્યક્રમને કર્યો રદ્દ, 7000થી વધુ ભારતીયો થશે પ્રભાવિત

Last Updated on September 6, 2017 by

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે અમેરિકાના પુરોગામી વહીવટી તંત્રના એમ્નેસ્ટી કાર્યક્રમને રદ્દ કર્યો છે. ઓબામાના કાર્યકાળના એમ્નેસ્ટી કાર્યક્રમ હેઠળ અમેરિકા આવેલા પ્રવાસીઓ રોજગાર માટે વર્ક પરમિટ આપવામાં આવતી હતી. ટ્રમ્પના નિર્ણયની અસર દસ્તાવેજો નહીં ધરાવતા 8 લાખ જેટલા કામદારો પર જોવા મળશે. જેમાં અમેરિકામાં રહેતા 7000થી વધારે ભારતીયો પણ સામેલ છે.

અમેરિકાના એટોર્ની જનરલ જેફ સેશન્સે કહ્યું છે કે તેઓ ઘોષણા કરવા માંગે છે કે ડિફર્ડ એક્શન ફોર ચિલ્ડ્રન અરાઈવલ નામના કાર્યક્રમને ઓબામા વહીવટી તંત્રમાં અમલી બનાવવામાં આવ્યો હતો. તેને હવે રદ્દ કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ છે કે ડીએસીએ હેઠળ યોગ્ય દસ્તાવેજ વગર બાળપણમાં અમેરિકામાં આવેલા પ્રવાસીઓને પાછા મોકલવાથી બચાવવાની જોગવાઈ કરવામાં આવી હતી. એક પત્રકાર પરિષદમાં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતુ કે દર વર્ષે કેટલા પ્રવાસીઓને અમેરિકામાં આવવા દેવાની પરવાનગી આપવામાં આવે તેની મર્યાદા નક્કી કરવી પડશે. અમેરિકામાં આવવા ઈચ્છનારા તમામને આવવાની મંજૂરી મળી શકે નહીં. આ સીધી અને સામાન્ય બાબત છે.

જેફ સેશન્સે કહ્યુ છે કે આ એમ્નેસ્ટી કાર્યક્રમ ગેરબંધારણીય હતો અને હજારો અમેરિકનોની નોકરીઓ છીનવી રહ્યો હતો. મહત્વપૂર્ણ છે કે ઘણાં દિવસોથી ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી આવી કોઈ ઘોષણાની અપેક્ષા કરવામાં આવતી હતી. આશંકાને જોતા ઘોષણા બાદ દેશભરમાં દેખાવો શરૂ થયા છે.

ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કરવા માટે વ્હાઈટ હાઉસની બહાર સેંકડો દેખાવકારો એકત્રિત થયા હતા. પરંતુ આવા કોઈપણ વિરોધની પરવાહ કર્યા વગર ટ્રમ્પ વહીવટી તંત્રે ઓબામાના કાર્યકાળનો એમ્નેસ્ટી કાર્યક્રમ આખરે રદ્દ કરી દીધો છે.

Gujarat Government Advertisement

Related posts

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari

DRDO ભરતી 2021: અપરેંટિસના પદો પર અરજીની પ્રક્રિયા શરૂ, એક ક્લિકે જાણો તમામ ડિટેલ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!