GSTV

અમેરિકન રાષ્ટ્રપતિનો મોટો નિર્ણય, અમેરિકન કંપનીઓ સાથે વેપાર કરી શકશે Huawei

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની ટેલીકોમ કંપની હ્યુવેઇને મોટી રાહત આપી છે. ટ્રમ્પે ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની હ્યુવેઇને અમેરિકન કંપનીઓની સાથે વેપાર કરવા અને મોબાઇલ પાર્ટ્સ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. હ્યુવેઇ ઉપરાંત ટ્રમ્પે ઘણી અન્ય ચાઇનીઝ કંપનીઓને પણ અમેરિકન ટેક કંપનીઓની સાથે વેપાર કરવા માટે લીલીઝંડી આપી દીધી.

શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની  મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે તેઓ હ્યુવેઇ સહિત તમામ ચીની કંપનીઓને અમેરિકામાં વેપાર કરવાની મંજૂરી આપશે. જાપાનના ઓસાકામાં ચાલી રહેલાં જી-20 શિખર સંમેલનમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકન કંપનીઓ પોતાના ઉપકરણો હ્યુવેઇને વેચી શકે છે.

જો કે માત્ર ઉપકરણોનો જ કારોબાર થશે. જેની સાથે કોઇ રાષ્ટ્રીય સુરક્ષાની સમસ્યા નથી. અમેરિકન સરકારના અધિકારીઓ વહેલી તકે હ્યુવેઇની સાથે બેઠક યોજશે. ઉલ્લેખનીય છેકે, પાછલાં સપ્તાહે અમેરિકાએ ભારતને ચેતવણી આપી હતી અને કહ્યુ હતુકે, જો કોઈ ભારતીય કંપની અમેરિકન કંપનીઓ દ્વારા બનાવેલાં પાર્ટસ અથવા કોઈ પ્રકારનાં પ્રોડક્ટ્સ હુવાવેને સપ્લાય કરશે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં જ અમેરિકન સરકારે હુવાવેને બ્લેકલિસ્ટમાં નાખી દીધી છે. જેને કારમે અમેરિકન કંપનીઓ હુવાવે સાથે વેપાર કરી શકતી ન હતી. સાથે જ આખી દુનિયામાં પ્રતિબંધ કરવાની માંગ કરી હતી. અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા બાદ ક્વૉલકૉમ, ઈંટેલ અને ગૂગલ જેવી કંપનીઓએ હુવાવેને સપોર્ટ નહી આપવાની જાહેરાત કરી હતી. એટલે સુધી કહેવામાં આવ્યુ હતુકે, હુવાવેના ફોનમાં ગૂગલના એપ્સ નહી ચાલે.

READ ALSO

Related posts

અમદાવાદીઓ પાર્કિંગ ચાર્જ ચુકવવા તૈયાર રહેજો: સરકારે AMCની પોલીસીને આપી મંજૂરી, આ જગ્યાઓ પર વાહન કરવા માટે ચુકવવા પડી શકે છે રૂપિયા

Zainul Ansari

The flying machine/ માંડ 300 ગ્રામ વજન ધરાવતું પક્ષી 10 કલાકમાં સતત ઉડ્યું 13050 કિલોમીટર, ફ્લાઈંગનો સર્જાયો વર્લ્ડ રેકોર્ડ

Zainul Ansari

વિવાદાસ્પદ / આ છે પાકિસ્તાની કપ્તાનનો વાસ્તવિક ચહેરો, કુરાન પર હાથ રાખીને પ્રેમિકાએ કર્યો ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!