GSTV
News Trending World

દાવો / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની થશે ધરપકડ?, જાણો કેમ આવું કહ્યું

એક બાજુ રશિયા- યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માથે ધરપકડની તલવાર લટકી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આજે શનિવારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં જણાવ્યું કે, મંગળાવારે મારી ધરપકડ કરવામાં આવી શકે છે જેના પગલે પોતાના સમર્થકોને જેનો વિરોધ કરવા કહેવામાં આવ્યું છે.

ટ્રમ્પે શનિવારે વહેલી સવારે તેમના સોશિયલ નેટવર્ક ટ્રુથ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસમાંથી “ગેરકાયદેસર રીતે લીક થયેલી” માહિતી દર્શાવે છે કે “રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખની આગામી સપ્તાહે મંગળવારે ધરપકડ કરવામાં આવશે.”

યુએસના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, મેનહટ્ટવ જિલ્લા અર્ટોનીની ઓફિસથી ગુપ્ત માહિતી મળી છે કે, આગામી સમયમાં મારી ધરપકડ કરવામાં આવી શકે છે. જોકે, ક્યાં આરોપમાં ધરપકડ કરાશે તે જણાવ્યું નથી. બીજી તરફ જિલ્લા અર્ટોની કાર્યાલયના પ્રવક્તાએ આ મામલે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે.

ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને ચૂકવવામાં આવેલા પૈસા સંબંધિત કેસની તપાસ કરી રહ્યા છે. આ સંબંધમાં તેની ધરપકડ થઈ શકે છે. આરોપ છે કે પૂર્વ રાષ્ટ્રપતિએ આ મહિલાઓને શારીરિક સંબંધોના બદલામાં પૈસા આપીને મામલો જાહેર ન કરવા કહેવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Vishvesh Dave

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

Siddhi Sheth

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો

Padma Patel
GSTV