સીરિયામાં આઇસિસને હરાવી દીધું : ડૉનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં આઈસિસ પર જીતનો દાવો કરતા પોતાના દેશના બે હજાર સૈનિકોને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પ દ્વારા સીરિયામાંથી અમેરિકન સૈનિકની વાપસીનું પગલું અસાધારણ ભૂરાજકીય પરિણામોનું કારણ બનશે તેવું માનવામાં આવે છે. ટ્રમ્પના નિર્ણય બાદ અમેરિકાના સમર્થનથી આઈસિસના જેહાદીઓ સામે લડી રહેલા કુર્દિશ બળવાખોરોની તકદીર અધરમાં લટકી ગઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ છે કે અમે સીરિયામાં આઈસિસને હરાવી દીધું છે. જો કે સંરક્ષણ વિભાગના અધિકારીનું કહેવું છે કે ટ્રમ્પે સૈનિકોને પાછા બોલાવવાનું કામ ત્રીસ દિવસમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. અમેરિકાના અધિકારીએ કહ્યુ છે કે સૈનિકોની વાપસીનો નિર્ણય મંગળવારે કરવામાં આવ્યો હતો. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે આખા સીરિયામાંથી સૈનિકોને પાછા બોલાવવામાં આવશે, ત્યારે અધિકારીએ કોઈપણ સમયમર્યાદા આપવાનું ટાળ્યું હતું.

તેમણે ક્હ્યુ છે કે તેઓ સુનિશ્ચિત કરશે કે ફોર્સની સુરક્ષા જળવાઈ રહે, પરંતુ આના પર ઝડપથી કામગીરી થશે. સીરિયામાં લગભગ બે હજાર જેટલા અમેરિકન સૈનિકો છે. તેમાના મોટાભાગના અમેરિકન સૈનિકો સ્થાનિક દળોને તાલીમ આપવાની કામગીરી કરે છે. આ સ્થાનિક દળો આઈસિસની સામે લડી રહ્યા છે. સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ નામના મુખ્ય દળની એક મોટી ટુકડી કુર્દિશ છે. તેને તુર્કી દ્વારા આતંકવાદી જૂથ ગણવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter