GSTV
News World ટોપ સ્ટોરી

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભારતીય મૂળની મહિલાની ઉમેદવારીથી ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી નારાજગી

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જેને લઈ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે હેરિસની આ ઉમેદવારીને લઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, પ્રાથમિક ચૂંટણીમાં હેરિસનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે અને તેઓ જો બિડેનના ટીકાકારોમાં સામેલ રહી છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે હેરિસ સેનાનું બજેટ ઘટાડવાના અને ટેક્સ વધારવાના પક્ષમાં છે.

પ્રાથમિક ચૂંટણીમાં હેરિસનું ખરાબ પ્રદર્શન

હેરિસની ઉમેદવારી મામલે સવાલ કરતા ટ્રમ્પે કહ્યું કે, ‘પ્રાઈમરી ચૂંટણીમાં કમલા હેરિસનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું. આ પદની રેસ માટે તેમની પસદંગી થઈ તેને લઈ હું આશ્ચર્યચકિત છું. તે જો બિડેન પ્રત્યે ખૂબ કઠોર રહી છે. આ સંજોગોમાં આવી વ્યક્તિની પસંદગી કરવી થોડી આકરી હોય છે.’ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના જજ સાથે હેરિસના કથિત દુર્વ્યવહારનો હવાલો પણ આપ્યો હતો.

અમેરિકામાં 66 મિલિયન ટેસ્ટ થયાઃ ટ્રમ્પ

કોવિડ-19 ટેસ્ટિંગ મામલે પોતાની વાત રાખતા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 66 મિલિયન ટેસ્ટ થયા છે જે વિશ્વના અન્ય કોઈ પણ દેશ દ્વારા કરવામાં આવેલા ટેસ્ટ કરતાં ઘણાં વધારે છે. ભારતની વસ્તી 1.5 અબજની છે પરંતુ ત્યાં 24 મિલિયન ટેસ્ટ થયા છે. કોવિડ-19નું સૌથી વધારે ટેસ્ટિંગ કરનારો બીજો સૌથી મોટો દેશ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે કોરોના વેક્સિનના 100 મિલિયન ડોઝ તૈયાર કરવા અને તેના પુરવઠા માટે દવા ઉત્પાદક એજન્સી માદેરણા સાથે એક કરાર કર્યો છે. આ વેક્સિન પર સરકારનો અધિકાર હશે.

અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી

અમેરિકામાં આ વર્ષના નવેમ્બર મહીનામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન ઉમેદવાર જો બિડેનનો સામનો કરવાનો રહેશે. જ્યારે ભારતીય મૂળના કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હેરિસે પોતાને ઉનેદવાર બનાવવામાં આવ્યા તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા તેને લઈ હું ગર્વ અનુભવુ છું.

MUST READ:

Related posts

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

ઉદ્ધવના વાર પર શિંદેનો પલટવાર / 2019માં MVA સરકાર બનાવીને થઈ હતી ગદ્દારી, અમે ગદ્દાર નથી

Hardik Hingu
GSTV