GSTV

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

અમેરિકાના દરેક રાષ્ટ્રપતિ માટે એરફોર્સ વન એરોપ્લેન હંમેશા એક્શન મોડમાં હોય છે. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જે એરફોર્સ વનમાં મુસાફરી કરે છે. પણ તેમની પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે એક બોઈંગ 757 પ્રાઈવેટ જેટ પ્લેન પણ છે. આ પ્લેનને ટ્રમ્પની ઈચ્છા મુજબ બનાવવામાં આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું બોઈંગ 757 દુનિયાના સૌથી મોંઘા વિમાનોમાંથી 8માં ક્રમાકે આવે છે. આ પ્રાઈવેટ જેટની કિંમત 100 મિલિયન ડૉલર એટલે કે, 7 અબજ 14 કરોડ રૂપિયા છે, જેના વિશે વિચારીને પણ આપણા હોશ ઉડી જાય છે.આ પ્રાઈવેટ જેટમાં સૌથી સારામાં સારા કોકપિટમાંના એક એવા ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કોકપિટમાં એક મોટી કોમ્પ્યુટર સ્ક્રિન લગાવવામાં આવી છે, જેમાં ફ્લાઈટની જાણકારી આપે છે. સાથે લૂપ ફીડબેક પણ આપે છે. સાથે પાયલોટને કોઈ પણ પ્રકારની સમસ્યાથી માહિતગાર કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું બોઈંગ 757 દુનિયાના સૌથી તેજ જેટમાંનું એક છે. આ પ્રાઈવેટ જેટ 500 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. બોઈંગ 757માં રોલ્સ રોયસ આરબી211 ટર્બોફૈન એન્જિન હોય છે.આમ તો બોઈંગ 757માં 180થી 200 લોકો મુસાફરી કરી શકે છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્લેનમાં ફક્ત 43 લોકો જ બેસે છે. એટલા માટે જ તેમણે પોતાની ઈચ્છા મુજબ આ પ્લેન બનાવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રાઈવેટ પ્લેનમાં શાનદાર સુવિધાઓ આપવામાં આવી છે. આ પ્લેનમાં બે બેડરૂમ, ડાઈનિંગ રૂમ, પ્રાઈવેટ ગેસ્ટ રૂમ, શાનદાર બાથરૂમ પણ છે. આ તમામ જગ્યાએ 24 કેરેટનું સોનુ ઉપયોગ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ તેમાં એંન્ટરટેંમેટની સિસ્ટમ પણ લાગેલી છે. આ પ્રાઈવેટ પ્લેનમાં ઉડાન ભરવા માટે ખિસ્સા પર ખાસ્સુ જોર આવે છે. એક કલાકના ઉડાન માટે 10,800 ડૉલર એટલે કે, 7.71 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!