GSTV

ટ્રમ્પને આ 3 દેશના નેતાઓ સાથે છે ઘનિષ્ઠ સંબંધો, જાણો PM મોદી છે કે નહીં ?

PM મોદી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત અને PM મોદીના ભરપૂર વખાણ કર્યા છે. કદાચ ટ્રમ્પ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ છે જે અવાર નવાર પોતાની વાતમાં ભારત અને પીએમ મોદીનો ઉલ્લેખ કરતા હોય છે. ટ્રમ્પ અને મોદી વચ્ચે તાજેતરમાં ચીન મુદ્દે વાતચીત થઈ હોવાના દાવાને ભલે ભારત સરકારે રદિયો આપ્યો હોય પણ ટ્રમ્પે ફરી એક વખત પીએમ મોદીના વખાણ કરતા કહ્યું છે કે, પીએમ મોદી બહુ સજજન વ્યક્તિ છે અને હું તેમને બહુ પસંદ કરું છું. તેઓ બહુ સારું કામ કરી રહ્યા છે.

ભારતમાં હું ખૂબ લોકપ્રિય છું

ટ્રમ્પે તો પત્રકારો સાથેની વાતચીતમાં ત્યાં સુધી કહ્યું હતું કે, હું ભારતમાં બહુ લોકપ્રિય છું. આ વાતની મને ખબર છે. ભારતના લોકો મને પસંદ કરે છે. અમેરિકાના મીડિયા કરતા પણ ભારતના લોકો મને વધારે પસંદ કરે છે. વ્હાઈટ હાઉસના સૂત્રોનું કહેવું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને જે વિદેશી નેતાઓ સાથે નિકટના સબંધો છે તેમાં જાપાનના પીએમ શિન્ઝો આબે અને ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ અને પીએમ મોદીનો સમાવેશ થાય છે. તેઓ એક બીજા સાથે વાતચીત કરતા હોય છે પણ તેને સાર્વજનિક કરાતી નથી.

Read Also

Related posts

હોશિયારપુર રેપ મર્ડર કેસ: રાહુલ ગાંધીનો ભાજપ પર પલટવાર, આ સરકારોએ ન્યાયની માંગમાં રોડા નાખ્યા તો તેમની સામે પણ લડીશ

pratik shah

રેકડીવાળા અને છૂટક વિક્રેતાના નસીબ ખુલી જવાના છે, 27 તારીખે વડાપ્રધાન મોદી આપવાના છે આ લોન

Pravin Makwana

બિહારમાં મતદાન પહેલા ભાજપે 2 વર્તમાન ધારાસભ્ય, 4 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!