GSTV
News Trending World

ટ્રમ્પને જાકારો છતાં બાઈડનને અમેરિકન પ્રમુખ બનવામાં આંખે પાણી આવશે, ટ્રમ્પે હારની શકયતાઓ વચ્ચે કરી છે આ તૈયારીઓ

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અમેરિકન પ્રમુખ બનવાની રેસમાં હવે એક જ પગલું દૂર છે. અમેરિકન મતદારોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાકારો આપ્યો છે. જોકે, બિડેનના પ્રમુખ બનવાની સત્તાવાર જાહેરાતને હજુ થોડોક સમય લાગશે.બિડેને પેન્સિલવેનિયામાં લીડ મેળવીને તેમની પકડ મજબૂત કરી લીધી છે. સાથે જ બિડેન વ્હાઈટ હાઉસની વધુ નજીક પહોંચી ગયા છે. બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પે બિડેનને વિજય મળ્યો છે તેવા કેટલાક રાજ્યોમાં કોર્ટમાં મતદાનમાં ભ્રષ્ટાચાર અંગે કેસ કર્યા છે. પરંતુ જ્યોર્જિયા અને મિશિગન કોર્ટે ટ્રમ્પને ફટકો આપ્યો છે. આ બંને કોર્ટે ટ્રમ્પની પોસ્ટલ બેલેટ રોકવાની અરજી ફગાવી દીધી છે. એટલે કે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ રહેશે. જોકે, જ્યોર્જિયામાં બિડેન અને ટ્રમ્પ વચ્ચે મતોનું અંતર ખૂબ જ પાતળું હોવાથી અહીં ફરીથી મતગણતરી કરવામાં આવશે તેમ જ્યોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રાડ રેફેન્સપેર્જરે કહ્યું હતું. 

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામો અંતિમ તબક્કામાં છે. આવા સમયે પાંચ રાજ્યોના પરિણામો પર બિડેન કે ટ્રમ્પના ભાવિનો આધાર છે. માત્ર અમેરિકા જ નહીં આખી દુનિયાની નજર આ પાંચ પ્રાંતોના પરિણામો પર છે. આ પાંચ પ્રાંતોમાં પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, નેવાડા અને અલાસ્કાનો સમાવેશ થાય છે. આ પાંચેય પ્રાંતોમાં હજી પણ મતોની ગણતરી ચાલુ છે. અમેરિકાના મોટાભાગના પ્રાંતોમાં સિૃથતિ સ્પષ્ટ થઈ ગઈ છે, પરંતુ આ પાંચ પ્રાંતોમાં મામલો અટક્યો છે.  અમેરિકન પ્રમુખ બનવા માટે 538માંથી 270 ઈલેક્ટોરલ મત મેળવવા જરૂરી છે. બિડેનને હવે માત્ર છ ઈલેક્ટોરલ વોટની જરૂર છે જ્યારે ટ્રમ્પને 56 વોટની જરૂર છે. જ્યોર્જિયાના 16 ઈલેક્ટોરલ વોટ છે. અત્યાર સુધીમાં 98 ટકા મતોની ગણતરી થઈ હોવાનો અંદાજ છે. અહીં બિડેને 1096 મતોની પાતળી સરસાઈથી ટ્રમ્પને પાછળ પાડી દીધા છે.

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ માટે આ એક મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે ગઈકાલ સુધી તેઓ ટ્રમ્પ કરતાં 50,000 મતોથી પાછળ હતા. બંને ઉમેદવારો વચ્ચે મતોનો ખૂબ જ મામૂલી તફાવત હોવાથી અહીં ફરીથી મત ગણતરી થઈ શકે છે. પેન્સિલવેનિયાના 20 ઈલેક્ટોરલ વોટ છે. અહીં 97 ટકા મતગણતરી થઈ ગઈ છે. અહીં પણ બિડેન 5,587 મતોથી ટ્રમ્પ કરતાં આગળ નીકળી ગયા છે. બુધવાર રાત સુધીમાં બિડેન ટ્રમ્પ કરતાં 7,00,000 મતોથી પાછળ હતા. આમ, બિડેને બે રાજ્યોમાં ટ્રમ્પને પછડાટ આપી છે. બીજીબાજુ બિડેને અરિઝોના અને નેવાડામાં તેમની પાતળી સરસાઈથી લીડ જાળવી રાખી છે. નેવાડાના છ ઈલેક્ટોરલ વોટ છે. આ પ્રાંતમાં 84 ટકા મતગણતરી થઈ ગઈ છે.

બિડેન લગભગ 11,000 મતોથી આગળ છે. અહીં પોસ્ટલ બેલેટ 10મી નવેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. તેના પગલે અંતિમ પરીણામ આવવામાં ઘણો સમય લાગી શકે છે. ઉત્તર કેરોલિનાના 15 ઈલેક્ટોરલ વોટ છે. આ રાજ્યમાં 95 ટકા મતગણતરી થઈ ગઈ છે. અહીં 12 નવેમ્બર સુધી પોસ્ટલ બેલટ સ્વીકારવામાં આવશે. જોકે, અહીં રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. અલાસ્કાના ત્રણ ઈલેક્ટોરલ વોટ છે. અહીં મતગણતરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. અહીં માત્ર 50 ટકા મતોની જ ગણતરી થઈ શકી છે. જોકે, અહીં પણ ટ્રમ્પની સિૃથતિ ઘણી સારી છે. અત્યાર સુધીની ગણતરીમાં ટ્રમ્પને 1.18 લાખ અને બિડેનને 63 હજારથી વધુ મત મળ્યા છે.

આમ હવે જે રાજ્યોમાં મતગણતરી થઈ રહી છે તેમાંથી ચારમાં બિડેન આગળ છે અને માત્ર બે રાજ્યોમાં જ ટ્રમ્પ આગળ છે. પરિણામે ટ્રમ્પ પ્રમુખ બને તેવી સંભાવનાઓ ખૂબ જ ઓછી છે. ટ્રમ્પે જીતવા માટે બધા જ રાજ્યોમાં ઈલેક્ટોરલ મતો જીતવા પડે. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયા અને મિશિગનમાં મતગણતરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં મતગણતરી રોકવા કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટને મતગણતરીમાં કોઈ અનિયમિતતા જણાઈ નહોતી. આથી તેણે ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી. જોકે, ટ્રમ્પે ફડેરલ કોર્ટમાં જવાની ધમકી આપી છે. ટ્રમ્પને કોર્ટમાં પણ લડત આપવા માટે બિડેને બિડેન ફાઈટ ફંડ નામથી ફંડ એકત્ર કરવાનું પણ શરૂ કરી દીધું છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના અધિકારીઓ પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, અમે 2-3 દિવસ જ વિપક્ષમાં છીએ એ યાદ રાખજો

Binas Saiyed

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો

HARSHAD PATEL
GSTV