GSTV
Home » News » ડ્રોન સામે ડ્રોનથી કાર્યવાહી, 918 મીટર દૂર રહેલા ઈરાનના ડ્રોનને અમેરિકાએ તોડી પાડ્યું

ડ્રોન સામે ડ્રોનથી કાર્યવાહી, 918 મીટર દૂર રહેલા ઈરાનના ડ્રોનને અમેરિકાએ તોડી પાડ્યું

અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનમાં હોરમુઝની ખાડીમાં તૈનાત તેમના યુદ્ધ જહાજે એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યું. ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી નિવેદન જારી કરીને કહ્યું કે યુદ્ધ જહાજ યુએસએસ બોક્સરે બચાવ માટે આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે ડ્રોન તેનાથી એક હજાર યાર્ડ્સ એટલે કે 918 મીટરથી પણ ઓછા અંતર પર આવી ગયું હતું. ડ્રોનથી શિપ અને તેના ક્રુ મેમ્બરના જીવને ખતરો હતો. અને શિપના હુમલામાં ડ્રોન પૂરી રીતે તબાહ થઈ ગયું છે.

ટ્રમ્પે ઈરાન પર ફરી એક વખત અમેરિકાને ભડકાવવાનો આરોપ લગાવ્યો. પેન્ટાગોનના જણાવ્યા મુજબ આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે બની હતી. યુદ્ધ જહાજમાં તૈનાત સૈન્ય કર્મીઓએ ઘણી વખત ડ્રોનને દૂર રહેવાની ચેતવણી આપી હતી. પરંતુ તે સતત આગળ વધી રહ્યું હતું. ત્યારે બચાવ માટે ડ્રોનને તોડી પાડવામાં આવ્યો. જોકે ઈરાને અમેરિકાના આ દાવાને ફગાવી દીધો છે. ઈરાને કહ્યું કે તેને તેના કોઈપણ ડ્રોન તોડી પડાયા હોવાની કોઈ જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈરાને પણ અમેરિકાના ડ્રોનને તોડી પાડતા તણાવપૂર્વ સ્થિતિનું સર્જન થયું હતું. જેના કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની નોબત આવી ગઈ હતી. આખરે નિવેદનો અને બહાનાબાજી બાદ મામલો થાડે પડ્યો હતો પરંતુ હવે અમેરિકાએ ઈરાનના ડ્રોનને તોડી પાડતા મામલો બિચકે તો નવાઈ નહીં.

Read Also

Related posts

IND vs NZ: ટીમ ઈન્ડિયાને ફરી મોટો ઝટકો, બીજી ટેસ્ટ મેચમાથી આ દિગ્ગજ ખેલાડી થયો બહાર

Ankita Trada

દિલ્હી હિંસા : અંધાધૂંધ થયું છે ફાયરિંગ, 82માંથી 21 જણાના થયાં મોત

Mayur

દિલ્હી સળગી રહ્યું હતું અને મોદી- શાહ નમસ્તે ટ્રમ્પમાં વ્યસ્ત હતા, એક સમયના સાથીએ કાઢી ઝાટકણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!