GSTV
Home » News » જગત જમાદાર બનવાના ટ્રમ્પનાં અભરખાં ન ગયાં, મોદીને મનાવવા અહીં મળ્યા બાદ ઇમરાનને મળશે

જગત જમાદાર બનવાના ટ્રમ્પનાં અભરખાં ન ગયાં, મોદીને મનાવવા અહીં મળ્યા બાદ ઇમરાનને મળશે

પીએમ મોદી આગામી 22મી સપ્ટેમ્બરે અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં સંબોધન કરવાના છે.આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપવાના છે.  આ કાર્યક્રમ અંગે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન સાથે બેઠક કરવાનું નિવેદન આપ્યુ છે.

ટ્રમ્પે જણાવ્યુ કે, એક સપ્તાહ બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરવામાં આવશે. અને ભારત પાકિસ્તાન સાથે પણ વાતચીત કરવામાં આવશે. મને એવુ લાગે છે કે, બન્ને દેશ વચ્ચે પ્રગતિ થઈ રહી છે. પીએમ મોદીના  આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપવાના છે.

જેથી પીએમ મોદીએ સોમવારે ટ્વિટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકાની મિત્રતા માટે સારા સંકેત આપ્યા છે. ટ્રમ્પ સિવાય આ કાર્યક્રમમાં અમેરિકાના 60થી વધારે સાંસદો હાજરી આપશે. આ કાર્યક્રમ 22મી સપ્ટેમ્બરે એનઆરજી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે. જેમા 50 હજારથી વધારે લોકો હાજરી આપશે.

કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકો રહેશે હાજર

બન્ને દેશના વડાઓ આ કાર્યક્રમમાં આવેલા લોકોને સંબોધશે જે એક ઐતિહાસિક ક્ષણ હશે તેમ પણ હર્ષ વર્ધને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 50 હજારથી વધુ ભારતીય અમેરિકન નાગરિકો જોડાશે, મોટા ભાગના અમેરિકામાં વસતા ભારતીયો હશે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામા આવ્યું છે કે આ કાર્યક્રમમાં જોડાવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને મોદી દ્વારા જે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેનો સ્વીકાર કરી લીધો છે. દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકામાં યોજાનારા ભારતીય અમેરિકન કોમ્યૂનિટી કાર્યક્રમમાં સ્વાગત કરવા માટે હું આતુર છું.

કારણ કે અમેરિકામાં ચૂંટણી નજીક છે

બીજી તરફ કોંગ્રેસે આ કાર્યક્રમને લઇને ટોણો માર્યો હતો. કોંગ્રેસના નેતા અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે સારી બાબત છે, અમેરિકામાં પણ ચૂંટણી નજીક આવી રહી છે અને એક મોટો વર્ગ ભારતીય મૂળનો ત્યાં વસે છે જેનો લાભ  લેવા માટે ટ્રમ્પ આ કાર્યક્રમમાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં જોરદાર ખેંચમતાણ મતદાનમાં ન દેખાઈ, બોલિવૂડના સિતારાઓ પહોંચ્યા પણ કોમનમેને અવગણના કરી

Mansi Patel

હરિયાણામાં 19 વર્ષમાં સૌથી ઓછું મતદાન, મનોહરની મહેનત મતદાનમાં ન ફેરવાઈ

pratik shah

24 કલાકમાં પાકિસ્તાનની ફરી નાપાક હરકત, આ સેક્ટરમાં કર્યો મોર્ટારમારો અને ગોળીબાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!