GSTV

ટ્રમ્પ અને મોદીની મુલાકાતમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મધ્યસ્થીની થઈ શકે છે વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમ્યાન મોદી-ટ્રમ્પ વચ્ચે થનારી દ્વિપક્ષિય વાતચીતને લઇને મહત્વની વાત સામે આવી છે. ભારત સરકારના ટોચના સુત્રોના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી બનવાનો પ્રસ્તાવ મુકી શકે છે. પરંતુ ભારતનું વલણ પહેલેથી જ સ્પષ્ટ છે કે પહેલા પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓ બંધ કરે. ત્યાર પછી જ વાતચીતનો કોઇ રસ્તો ખુલશે. સાથે જ ભારતે સ્પષ્ટતા કરી છે કે ભારતને આ મામલે ત્રીજા કોઇ પણ પક્ષનો હસ્તક્ષેપ મંજૂર નથી. આ સાથે જ ભારત કાશ્મીર મુદ્દે પણ અમેરિકા સાથે કોઇ પણ વાતચીત નહીં કરે તેવું પણ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

READ ALSO

Related posts

Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત

Pravin Makwana

56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Karan

વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!