GSTV

Video: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કર્યો કટાક્ષ : ઓહ! લાઈબ્રેરી માટે આભાર…

Last Updated on January 3, 2019 by Arohi

પોતાની ચોંકાવનારી નિવેદનબાજી અને આવા જ નિર્ણયો માટે જાણીતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં લાઈબ્રેરી બનાવવા માટે ભારત દ્વારા કરવામાં આવનારી મદદના મામલે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. ટ્રમ્પે કહ્યુ છે કે ભારતના વડાપ્રધાન સતત તેમને જણાવે છે કે ભારતે અફઘાનિસ્તાનમાં લાઈબ્રેરી બનાવી. પરંતુ તેઓ કહે છે કે આનો ઉપયોગ કોણ કરી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યુ હતુ કે જ્યાં સુધી ભારતની વાત છે. તેની અફઘાનિસ્તાનમાં હાજરી છે.

વડાપ્રધાન મોદીએ તેમને જણાવ્યુ છે કે તેમણે અફઘાનિસ્તાનમાં લાઈબ્રેરી બનાવી, પાંચ કલાક તેમણે આમ જ જણાવ્યું હતું. અફઘાનિસ્તાન નીતિ પર વાત કરતા ટ્રમ્પે કહ્યુ છે કે મોદીએ તેમને જણાવ્યું, તેઓ ઘણાં સ્માર્ટ છે હવે તેઓ આના સંદર્ભે શું કહી શકે છે.. ઓહ… લાઈબ્રેરી માટે આભાર. ખબર નહીં અફઘાનિસ્તાનમાં તે લાઈબ્રેરીનો કોણ ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ આ માત્ર એક-બે બાબતોમાં થયું છે. તેઓ પુરો જશ ખાટવા માંગતા નથી.

મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં દક્ષિણ એશિયાની નીતિને લઈને વાત કરી હતી. તેમણે ક્હ્યુ હતુ કે અફઘાનિસ્તાનમાં ભારત, પાકિસ્તાન, રશિયા જેવા દેશોની હાજરી છે. અમેરિકા તેમનાથી ઘણું દૂર છે અને તેમ છતાં આવા દેશોની મદદ કરે છે. મહત્વપૂર્ણ છે કે ભારત અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણાં સમયગાળાથી સક્રિય છે.

ભારત સતત અફઘાનિસ્તાનમાં પ્રોગ્રેસિવ પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે. જેમાં સ્કૂલોને અનુલક્ષીને જરૂરિયાત, પુનરુત્થાન જેવા કાર્યક્રમો પણ સામેલ છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ક્યાં પ્રોગ્રામની વાત કરી રહ્યા હતા તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટ્રમ્પ ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવતી મદદ પર કટાક્ષ કરી રહ્યા હતા.

ટ્રમ્પની સરકારે જ્યારે અમેરિકાની અફઘાન નીતિ બનાવી હતી. ત્યારે ભારતને મહત્વપૂર્ણ સાથીદાર ગણાવ્યું હતું. તાજેતરમાં જ ટ્રમ્પે સીરિયાની સાથે જ અફઘાનિસ્તાનમાં તેનાત અમેરિકન સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે.

Read Also

Related posts

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!