GSTV

તાજમહેલના દીદાર સમયે ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બુકમાં કરી આ નોંધ

Last Updated on February 24, 2020 by

તો આગ્રામાં તાજમહેલના દીદાર સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર બુકમાં નોંધ પણ લખી. ટ્રમ્પ તાજમહેલની વિઝીટર બુકમાં લખ્યું કે તાજમહેલે પ્રેરિત અને ચકિત કર્યા. તે આપણને પ્રેરણા આપે છે. તાજમહેલ ભારતની સંસ્કૃતિની વિભિન્નતા અને સંપન્નતાની શાનદાર વિરાસત છે. થેક્યુ ઇન્ડિયા.

વિદેશી પ્રવાસીઓમાં તાજમહેલનું ભારે આકર્ષણ

તો અમદાવાદના પ્રવાસ પૂર્ણ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલિનિયા ટ્રમ્પ આગ્રામાં તાજમહેલનો દીદાર કરવા પહોંચ્યા. પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલને નિહાળીને ટ્રમ્પ અને મેલેનિયા અભિભૂત થયા. આ દરમિયાન ટ્રમ્પે તાજમહેલમાં રાખવામાં આવેલી વિઝીટર બુકમાં નોંધ પણ લખી. ટ્રમ્પની મુલાકાત સમયે તાજમહેલની ચારે તરફ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદેશી પ્રવાસીઓમાં તાજમહેલનું ભારે આકર્ષણ રહે છે.

બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ તાજમહેલની મુલાકાત લઇ ચુક્યા છે

ભારતના પ્રવાસે જે કોઇ પણ વીવીઆઇપી આવે છે તેઓ તાજમહેલની મુલાકાતે અચુક આવે છે. આ પહેલા તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ તાજમહેલની મુલાકાત લઇ ચુક્યા છે. તમને જાણીને નવાઇ લાગશે કે તાજ અને ટ્રમ્પનો સંબંધ આશરે 30 વર્ષ જુનો છે. જો કે આ તાજમહેલ આગ્રાનો નથી. પરંતુ ટ્રમ્પ બિઝનેસ મેન હતા. ત્યારે તેમણે અમેરિકાના એટલાન્ટા સિટીમાં તાજ હોટલ એન્ડ કસીનો ખરીદ્યો હતો. પરંતુ તેના કારણે ટ્રમ્પે નાદારી ભોગવવી પડી હતી.

READ ALSO

Related posts

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, કારણ અકબંધ

Zainul Ansari

અતિ કામનું/ દેશી વેક્સિન કોરોનાના ખતરનાક વેરિએન્ટ મ્યુટેશન ડેલ્ટા પ્લસ સામે લડવા માટે પણ સક્ષમ, ICMR કર્યો ખુલાસો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!