GSTV

કાઉન્ટડાઉન : જો બાઇડનના શપથ ગ્રહણ પહેલાં ટ્રમ્પે છોડ્યું વ્હાઈટહાઉસ, જાણો હવે ક્યાં રહેવા જશે?

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડનના શપથ ગ્રહણના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છએ. ત્યારે બાઇડનના શપથ ગ્રહણ પહેલા અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડી દીધું છે. ટ્રમ્પે બાઇડનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ ના થવાનો નિર્ણય કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાંથી ગાર્ડ ઓફ હોનર સાથે વિદાય આપવામાં આવી છે, આ સમયે તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ હાજર હતા.

સ્થાયી નિવાસ સ્થાન બનાવશે

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ તેઓ ફ્લોરિડા જવા માટે રવાના થયા છે. અમેરિકી મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં પામ બીચ પર આવેલા પોતાના માર-એ-લાગો એસ્ટેટને પોતાનું સ્થાયી નિવાસ સ્થાન બનાવશે.

માર-એ-લાગો જવાનો પ્લાન બનાવ્યો

એક અહેવાલ પ્રમાણે વ્હાઇટ હાઉસમાંથી નિકળેલા ટ્રમ્પના સામાન સાથેના ટ્રકોને પામ બીચના માર-એ-લાગો આવાસ પર જોવા મળ્યા છે. ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણના કેટલાક કલાકો પહેલા જ માર-એ-લાગો જવાનો પ્લાન બનાવ્યો છે.

મકાન વિન્ટર વ્હાઇટ હાઉસ તરીકે પણ ઓળખાય

રાષ્ટ્રપતિ તરીકે પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પામ બીચ ખાતેના માર-એ-લાગો મકાનમાં ઘણો સમય વિતાવ્યો છે. તેમનું આ મકાન વિન્ટર વ્હાઇટ હાઉસ તરીકે પણ ઓળખાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બર 2019માં આ મકાનને પોતાનું આધિકારીક નિવાસ સ્થાન બનાવ્યું હતું.

READ ALSO

Related posts

વિદેશ મંત્રીએ દોઢ કલાક ચીનના મંત્રી સાથે ફોન પર કરી વાત, કહ્યું ‘સંઘર્ષના તમામ સ્થળોથી’ ડિસેન્ગેજમેન્ટ ‘જરૂરી

Mansi Patel

ઓહ નો/ એક મેચ બાદ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાગી શકે છે 2 વર્ષનો પ્રતિબંધ : ICCના આવા છે નિયમો, ભાજપને લાગશે ઝટકો

Karan

અમદાવાદ: કોરોનાના નવા 71 કેસો નોંધાયા, 16 સ્થળ માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર: સાવધાની જરૂરી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!