GSTV

કિમ જોંગ ઉનનાં સુરક્ષાકર્મીઓએ વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી સાથે દુર્વ્યવહાર કર્યાની ફરિયાદ

Last Updated on June 30, 2019 by

અમેરિકાનાં રષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે અસૈન્ય વિસ્તારમાં ઉત્તર કોરિયાનાં સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ ટ્રમ્પે ઉત્તર કોરિયાની ધરતી પર પગ મુક્યો હતો. જ્યારે ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત ચાલી રહિ હતી, ત્યારે કિમ જોંગ ઉનનાં સુરક્ષાકર્મીએ વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

અમેરિકી સમાચાર ચેનલ ફોક્સ ન્યૂઝનાં જણાંવ્યા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત દરમિયાન નોર્થ કોરિયાનાં સુરક્ષાકર્મીઓએ વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રિશ્મ સાથે ધક્કામુક્કી કરી અને અણછાજતું વર્તન કર્યુ હતું. ઉત્તર કોરિયાનાં સુરક્ષા ગાર્ડ અમેરિકાનાં પત્રકારોને અંદર જતા અટકાવ્યા હતાં. જેને લઇને વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રિશ્મ સાથે ધક્કામુક્કી થઇ હતી.

તમને જણાવી દઇએ કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત આજે ઉત્તર કોરિયાની ધરતી પર પહોંચ્યાં હતાં. ટ્રમ્પ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ છે, જેણે ઉત્તર કોરિયાની ધરતી પર પગ મુક્યો હોય. નોર્થ કોરિયા પહોંચીને ટ્રમ્પ બોલ્યા કે આ બેહદ ઐતિહાસિક ક્ષણ છે. ઉત્તર કોરિયાની ધરતી પર આવવું ગર્વની વાત છે.

ઉત્તર કોરિયાનાં સુપ્રમી નેતા કિમ જોંગ ઉને જણાંવ્યું કે આ મુલાકાત તેમની અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનાં સુસંગત સંબંધો દર્શાવે છે. આજે રવિવારે બન્ને નેતાઓએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. ત્યારપછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ ઉનને વ્હાઇટ હાઉસ આવવાનું નિમંત્રણ આપ્યું હતું.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની દુશ્મની જગજાહેર છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે પણ અગાઉ અનેક વખત શાબ્દિક ટપાટપી બોલી ગઇ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે નોર્થ કોરિયાને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. તો બીજી તરફ કિમ જોંગ ઉને પણ અમેરિકન પ્રમુખને ચેતવણી આપીને હુમલો કરવાની ચિમકી ઉચ્ચારી હતી. લાંબી ગજગ્રાહ બાદ બન્ને નેતાઓ વાતચીતનાં મૂડમાં આવી ગયા હતા અને પહેલી વખત સિંગાપુરમાં મુલાકાત કરી હતી.

READ ALSO

Related posts

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!