GSTV

મોટેરા સ્ટેડિયમ 1.20 લાખ લોકોથી ખીચોખીચ, દુનિયાભરની નજર આ ઐતિહાસિક પળ પર

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે પ્રથમ દિવસે તેઓ અમદાવાદ એરપોર્ટ પર 11:36 કલાકે લેન્ડ થયા છે. એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત, ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ અને 22 કિમીના રોડ શો પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચી ગયો છે. ટ્રમ્પ અને મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધારે લોકોની વચ્ચે 3 વાગ્યા સુધી રહેશે.

ટ્રમ્પનો કાફલો મોટેરા સ્ટેડિયમમાં પહોંચી ગયો છે. જ્યાં અમિત શાહ સહિત નીતિન પટેલ, રાજ્યપાલ વગેરેએ ટ્રમ્પ અને મેલેનિયાનું સ્વાગત કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ-મેલેનિયા અને વડાપ્રધાન મોદીએ નાગરિકતા અભિવાદન સમિતિ સાથે મુલાકાત કરી છે. સ્ટેડિયમ હાઉસફૂલ થઈ ગયું છે.

અહીં ટ્રમ્પ-મોદી ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરશે. મોટેરા સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે. મોદી અને ટ્રમ્પ સાબરમતિ આશ્રમથી નીકળી ચૂક્યા છે. અહીં સૌથી મોટો કાર્યક્રમ યોજાવાનો છે. મોટેરા સ્ટેડિયમની ક્ષમતા 1.10 લાખની છે. પરંતુ તંત્ર દ્વારા સ્ટેડિયમમાં 1.20 લાખ લોકોને લાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. મુખ્ય સ્ટેજની આસપાસ 14 હજાર જેટલાં VIP લોકો બેસશે.

અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન પ્રેસિડન્ટનું સ્વાગત કરવામાં આવ્યા બાદ બંને રાષ્ટ્રના નેતાનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. જ્યાં વડાપ્રધાન મોદીએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાનું ખાદીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું.

ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું સાદગીથી સ્વાગત કર્યા બાદ પીએમ મોદી અને ટ્રમ્પે ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હતી. અને શ્રદ્ધાંજલિ આપી વંદન કર્યા હતા. તો ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રેંટિયો કાંતવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્નીએ નીચે ગાદી પર બેસીને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે ટ્રમ્પ રેંટિયો કાંતવામાં મૂંઝાતા મોદીએ હળવા અંદાજમાં રહી રેંટિયો કાંતવામાં મદદ કરી હતી. તો ગાંધી આશ્રમની મુલાકાત સ્વરૂપે અમેરિકાના પ્રમુખને સંસ્મરણ ભેટ આપવામાં આવી હતી. ગાંધીજીને પ્રિય ત્રણ વાંદરાઓની પ્રતિકૃતિ અમેરિકાના રાષ્ટ્રપતિને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ગાંધી આશ્રમની મુલાકાતે આવતા મહાનુભવો વિઝિટર બુકમાં ગાંધીજીના આદર્શો અને પોતાના અનુભવ અંગે લખતા હોય છે. ત્યારે પહેલી વખત ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પણ વિઝિટર બુકમાં પોતાના અનુભવો લખ્યાં હતા. તેમજ આશ્રમની મુલાકાત કરાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

મોટેરા સ્ટેડિયમમાં સૌથી પહેલાં મોદીનું ભાષણ થશે, જેઓ અમેરિકા-ભારતના સંબંધો અંગે વાત કરશે. ત્યારપછી ટ્રમ્પનું ભાષણ યોજાશે. તેઓ મોદી સાથે મિત્રતાની વાત કરશે, ભારત સાથેના સંબંધો અંગે પણ જણાવશે. ભારતના લોકતંત્રની વાતની સાથે અમેરિકામાં વસેલા ભારતીયોની સાથે ગુજરાતીઓનો પણ ઉલ્લેખ કરશે. ત્યારપછી ટ્રમ્પ અને મેલેનિયા મોદીની સાથે બધાનું અભિવાદન કરશે. મોદી અને ટ્રમ્પ પરિવાર ઓપન જીપ્સીમાં સ્ટેડિયમનું ચક્કર લગાવશે.

Related posts

કોરાનાકાળમાં પણ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં થયો વધારો, ડીઝલની માંગ ઘટી છતાં સરકારને થયો આટલો ફાયદો…

Ali Asgar Devjani

પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડરાની વધશે મુશ્કેલીઓ, બેનામી સંપત્તિ મામલે ઈડીએ રાજસ્થાન હાઈકોર્ટમાં કરી અરજી

Ali Asgar Devjani

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!