GSTV
Gujarat Government Advertisement

અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચાની ચૂસકી લીધી, મોદીએ ચા પીતા કર્યા

Last Updated on February 24, 2020 by Bansari

દુનિયાના શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે ભારતની મુલાકાતે છે ત્યારે અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચાની ચૂસકી લીધી હતી. ગાંધી આશ્રમ ખાતે બનાવવામાં આવેલી ચાનો સ્વાદ અમેરિકાના પ્રમુખ ડોનાલડ ટ્રમ્પએ લીધો હતો. ટ્રમ્પ સાથે આવેલા મહેમાનો માટે ચા સહિત અન્ય ખાણી પીણીની ચીજ વસ્તુઓ પીરસવામાં આવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન તેમને અનેક ખાસ ભારતીય અને ગુજરાતી વ્યંજન પીરસવામાં આવ્યાં. અમદાવાદથી ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલના શેફ સુરેશ ખન્નાએ પોતાની ટીમ સાથે મહેમાનો માટે ભોજન તૈયાર કર્યુ.

અનેક ખાસ મહેમાનો માટે બનાવી ચુક્યા છે ભોજન

શેફ સુરેશ ખન્ના અનેક ખાસ લોકોને પોતાના હાથનું સ્વાદિષ્ટ ભોજન જમાડી ચુક્યા છે. તેમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ જેવા નામ સામેલ છે. નેતાઓ સાથે અભિનેતાઓને પણ તેમના હાથનું ભોજન ખૂબ જ પસંદ છે.

પુરસ્કાર વિજેતા ખન્ના

 શેફ સુરેશ ખન્નાને 1990માં રાષ્ટ્રીય પાક પુરસ્કાર (National Culinary Award)થી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.

ગુજરાતી વ્યંજન પર જોર

શેફ ખન્નાએ જણાવ્યું કે મેનૂમાં ગુજરાતી વ્યંજન પર જોર રહેશે. ટ્રમ્પને બ્રોકલી સમોસા, હની કુકીઝ, મલ્ટી ગ્રેન રોટલી અને બેસનમાંથી બનેલા નાસ્તા પીરસવામાં આવ્યાં. તેમને ગુજરાતના ફેમસ ઢોકળા, ખમણ અને એપ્પલ પાઇ પીરસવામાં આવ્યા.

ટ્રમ્પને સ્વાદ ચખાડવા ઉત્સાહિત ખન્ના

શેફ સુરેશ ખન્નાએ જણાવ્યું કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી માટે ભોજન બનાવવામાં સમગ્ર ટીમ સાથે લાગી ગયાં હતાં. તેઓ દુનિયાના સૌથી ખાસ વ્યક્તિ માટે ભોજન બનાવવા માટે ઉત્સાહિત હતાં. તેમની સાથે એક ટીમ હતી. જે પહેલાથી જ નિશ્વિત મેનૂ પર કામ કરી રહી હતી.

ફૂડ વિભાગના અધિકારીઓની તપાસ બાદ જ પીરસવામાં આવશે

આ અંગે રસોઈયા સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાને ગુજરાતી ખમ્મણ અતિપ્રિય છે. એટલા માટે ખાસ તેમના માટે ખમ્મણ બનાવવામાં આવ્યા હતાં. મેન્યૂમાં ફક્ત શાકાહારી વ્યંજનો જ હતાં. જેને ગુજરાતી અંદાજમાં બનાવવામાં આવ્યા, પહેલા ફૂડ વિભાગના અધિકારીઓએ તેની તપાસ કરી, બાદમાં જ ભોજન પિરસવામાં આવ્યાં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS / કોર કમિટીમાં ચર્ચા બાદ નાઈટ કર્ફ્યૂના સમયમાં થશે ફેરફાર, વેપાર-રોજગારના સમય બદલાય તેવી શક્યતા!

pratik shah

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 જિલ્લાના 58 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યમાં વરસાદના જોરમાં થયો ઘટાડો

pratik shah

BIG NEWS: અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની ફરજીયાત રસી મામલે મેયરે ફેરવી તોળ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!