GSTV
Home » News » ટ્રમ્પે ભર્યું સૌથી મોટું પગલું, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પદ પરથી હટાવ્યા

ટ્રમ્પે ભર્યું સૌથી મોટું પગલું, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પદ પરથી હટાવ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભરતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને હટાવી દીધા છે. ટ્રંપે જોન બોલ્ટનને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદેથી હટાવી દીધા છે. યુએસ પ્રેસિડન્ટે કહ્યું કે તેઓ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની કેટલીક ભલામણોથી અસહમત હતા. તો આ મામલે જોન બોલ્ટને પણ ટ્વીટ કરી પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે.

તેઓએ કહ્યું કે મેં રાષ્ટ્રપતિ ટ્રંપને ગઈકાલે રાત્રે જ રાજીનામું આપી દીધું હતું, પરંતુ ટ્રંપે કહ્યું કે આ મુદ્દે પછી વાત કરીશું. ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી કહ્યું કે મેં જોનને રાજીનામું આપવાનું કહ્યું હતું અને તેઓએ મને સવારે જ રાજીનામું આપી દીધું હતું. તેઓએ ટ્વીટમાં જોનનો સેવા માટે થઈને આભાર પણ માન્યો હતો.

તેઓએ સાથે જ કહ્યું કે આગામી સપ્તાહે નવા સુરક્ષા સલાહકારની નિમણૂંક કરીશે. વધુ એક ટ્વીટમાં રાષ્ટ્રપતિ ટ્રંપે કહ્યું તેઓએ વ્હાઈટ હાઉસમાં જ જોન બોલ્ટનને રાજીનામું આપવાનું કહ્યું હતું. તેઓએ વધુમાં લખ્યું કે હવે તેમની સેવાની જરૂર નથી.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!