GSTV

ડોનાલ્ડ ટ્રમ્પ આ પદવી લઈ લેશે : છે સૌથી મોટા ફેંકુ, તસવીરો થઈ રહી છે વાયરલ

Last Updated on March 6, 2020 by Karan

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કોરોના વાયરસને લઈ આપેલા નિવેદન બાદ ટ્રોલ થયા છે. કોરોના વાયરસના હાહાકારની વચ્ચે સૌથી શક્તિશાળી રાષ્ટ્રના વડા પણ ડરી રહ્યા છે. તેમણે કોરોના વાયરસને લઈ કહ્યું હતું કે, આ મહામારીની બચવાના ભાગરૂપે ચાર અઠવાડીયાથી મેં મારા ચહેરાને હાથ લગાવ્યો નથી, તથા આવુ કરવાનું તેમણે વારંવાર યાદ આવે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન બાદ ટ્રોલ થયા

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપેલા નિવેદન બાદ ટ્વીટર પર યુઝર્સે ધડાધડ જવાબ આપવા માટે એક્ટિવ થઈ ગયા હતા, જે બાદ થોડા સમય પહેલા જ ટ્રમ્પે લીધેલી અમુક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં વ્હાઈટ હાઉસમાં બેઠક દરમિયાન ટ્રમ્પ આરામ માટે થોડી વાર પોતાની દાઢીએ હાથ રાખી બેઠેલા જોવા મળ્યા છે. જ્યારે અન્ય તસ્વીરોમાં પોતાના ચહેરાને ટચ કરતા પણ જોવા મળ્યા હતા.

વ્હાઈટ હાઉસની તસ્વીરોએ ભાંડો ફોડ્યો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે, તેઓ જર્મોફોબ (કીટાણુનો વધારે પડતો ડર)થી પીડિત છે અને સાથે જ સ્વચ્છતાને લઈ ઘણા ગંભીર છે. સાઉથ વેસ્ટ, યૂનાઈટેડ અમેરિકન અને જેટબ્લૂ સહિતના દેશની મુખ્ય એરલાઈન્સના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળેલી વ્હાઈટ હાઉસની બેઠકમાં તેમણે કોરોના વાયરસને લઈ આવુ નિવેદન આપ્યું હતું. ટ્વીટર પર લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો વાયરલ કરી છે. જેમાં એક તસવીર એવી છે જેમાં કોરોના વાયરસને લઇને બોલાવેલી બેઠકમાં જ ટ્રમ્પ મોંઢા પર હાથ રાખીને વિચાર કરતા હોય એવી છે. ટ્રમ્પે આ માત્ર મજાકના લહેજામાં કહ્યું હતું પણ આ બાબતે તેઓ રાતભર ટ્રોલ થયા છે. લોકો શોધી શોધીને ટ્રમ્પની તસવીરો ટ્વીટર પર શેર કરી રહ્યાં છે.

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!