GSTV

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ યાત્રા કરી રદ્દ, પશ્ચિમી દેશો સીરિયાના વલણથી નારાજ

Last Updated on April 11, 2018 by Arohi

સીરિયામાં થયેલા કથિત કેમિકલ એટેક બાદ અમેરિકા સહિત પશ્ચિમી દેશો સીરિયાના વલણને લઇને ધૂવાપૂવા છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સીરિયામાં મોટા પાયે સૈન્ય હુમલા કરવા માટે વાતચીત શરૂ કરી છે. જે માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વિદેશ યાત્રા પણ રદ્દ કરી દીધી.

સીરિયામાં ગત સપ્તાહે થયેલા કેમિકલ એટેક બાદ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટી સૈન્ય કાર્યવાહી કરી શકે છે. આ મામલે ટ્રમ્પે પોતાનો લેટિન અમેરિકાનો પ્રવાસ પણ રદ્દ કરી દીધો. જેથી તે સીરિયા મુદ્દે પર અમેરિકનોની પ્રતિક્રિયાનું મુલ્યાંકન કરી શકે. બુધવારે ટ્રમ્પે સીરિયામાં થયેલા કેમિકલ હુમલાનો સંયુક્ત સૈન્ય જવાબ આપવા માટે પોતાના વૈશ્વિક સહયોગીઓ સાથે વિચારણા કરી.

અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકા, ફ્રાંસ અને બ્રિટન ચાલુ સપ્તાહના અંત સુધીમાં સીરિયામાં સૈન્ય હુમલો કરવા અંગે વિસ્તૃત વાતચીત કરી રહ્યા છે. ત્રણેયમાંથી કોઇ પણ દેશના નેતાઓ હજુ સુધી પાકો નિર્ણય કર્યો નથી. સંયુક્ત સૈન્ય અભિયાનથી કેમિકલ હથિયારો પર પ્રતિબંધ લાગુ કરવા અને રશિયા તથા ઇરાન તરફથી સીરિયાના ડિપ્લોમેટીક અને સૈન્ય સહયોગનો મુકાબલો કરવા માટે આંતરરાષ્ટ્રીય એક્તાનો સંદેશ અપાઇ શકે છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે ફ્રાંસ, અમેરિકા, બ્રિટન આગામી દિવસોમાં તે નિર્ણય લેશે કે કેવી રીતે જવાબ આપવો. સીરિયાના ડૂમા શહેરમાં થયેલા હુમલાનો કડક અને સંયુક્ત જવાબ આપવો જોઇએ.

ફ્રાંસે કહ્યું છે કે જો તે સાબિત થશે કે સીરિયામાં વિદ્રોહીઓના કબ્જાવાળા વિસ્તારમાં શંકાસ્પદ કલોરીન ગેસથી હુમલો થયો હતો તેઓ સીરિયા પર પલટવાર કરશે.

ફ્રાંસ સરકારના પ્રવક્તા બેન્જામિન ગ્રિવોક્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે જો લક્ષ્મણ રેખા પાર કરવામાં આવી છે તો તેનો જવાબ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આદાન-પ્રદાન કરવામાં આવેલી ગુપ્ત સૂચનામાં સૈદ્ધાંતિક રીતે કેમિકલ હથિયારોના ઉપયોગની પુષ્ટી કરવામાં આવી છે. સીરિયામાં કેમિકલ હથિયારોના ઉપયોગના પુરાવા લક્ષ્મણ રેખા છે જે સીરિયન સરકારની સેનાઓ પર હુમલા કરવા માટે ફ્રાંસને મજબૂર કરશે.

સીરિયન કાર્યકરો અને બચાવકર્મીઓનું કહેવું છે કે કેમિકલ હુમલાના કારણે લોકોના મોત થયા છે. જો કે સીરિયાની અસદ સરકારે તેની જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો છે..

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!