GSTV

VIDEO : વિકાસને ‘થીગડા’ મારવામાં આવતા હવે ડોનાલ્ડ ટ્રમ્પને ગુજરાતની ગરીબી નહીં દેખાય

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદ શહેરમાં પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે. જોકે,એરપોર્ટ નજીક આવેલી ઝૂંપડપટ્ટીને તો આખેઆખી ઢાંકી દેવાઇ છે કેમકે,રખે ને અમેરિકન રાષ્ટ્રપ્રખુખની આ ગરીબોના ઝૂંપડા પર નજર ન પડી જાય. આ માટે મ્યુનિ.કોર્પોરેશનને ઝૂંપડપટ્ટી ન દેખાય તે રીતે આખી દિવાલ જ ચણી લીધી છે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને જયાં દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ આકાર પામ્યું છએ તે અમદાવાદ શહેરના વિકાસની છાંટ પણ જોવા મળશે તે માટે નવા નક્કોર માર્ગો બનાવાયાં છે.રસ્તાની  બંન્ને રંગીન ફુલોની જમાવટ કરાશે ત્યારે એરપોર્ટની નજીક આવેલા ઝૂપડા શહેરના વિકાસની પોલ ખોલે તેમ હતાં તેના કારણે આ ઝૂંપડપટ્ટી ન દેખાય તે માટે તંત્રે આયોજન કર્યુ હતું.

આ અગાઉ ચીન-જાપાનના રાષ્ટપ્રમુખે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે આ જ ઝૂંપડપટ્ટીને લીલા રંગના કાપડથી ઢાંકી દેવાઇ હતી પણ આ વખતે તો ઝૂંપડપટ્ટીના આગળના ભાગે સાત ફુટ ઉંચી દિવાલ ચણી લેવાઇ છે.

હવે આ દિવાલ પર કલાત્મક પેઇન્ટીંગ કરાશે જેના કારણે દિવાલની પાછળની અસલી હકીકત છૂપાઇ જશે. ટ્રમ્પને ગુજરાતની ગરીબીના દર્શન નહી થાય. જોકે,સાત ફુટ ઉંચી દિવાલ ચણી લેવાતાં ઝૂંપડાવાસીઓ તો રોષે ભરાયાં હતાં. તેમનુ કહેવુ છેકે, જયારે પણ કોઇ મહાનુભાવો આવે ત્યારે મ્યુનિ.તંત્ર-સરકારને જાણે અમારાથી  શરમ આવે છે અને અમારાં ઝુંપડા આગળ કયારે કપડું લગાવી દેવાય છે તો કયાર દિવાલ ચણી લેવાય છે.

READ ALSO

Related posts

રિયાનો રેલો સારા, દીપિકા, શ્રદ્ધા અને નમ્રતા બાદ દિયા મિર્ઝા સુધી પહોંચ્યો, NCB કરશે પૂછપરછ

Mansi Patel

મોદી સરકારને ઘેરવાનો કોંગ્રેસે બનાવ્યો પ્લાન : સાંસદોને સસ્પેન્ડ કર્યા પછી બોલાવી આ બેઠક, સરકાર સામે મૂકશે આ 3 શરતો

Dilip Patel

રાજકીય ઘર્ષણ વચ્ચે પવાર-ઉદ્ધવને ITની નોટિસ, ચૂંટણીના એફિડેવિટ પર સવાલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!