ટ્રમ્પની છે અંતરીક્ષ પર અંકુશની યોજના, આપ્યા આ આદેશ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સ્પેસ કમાન્ડની રચનાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. આ અમેરિકાની સેનાની 11મી કમાન્ડ બનશે. યુએસ સ્પેસ કમાન્ડ દ્વારા અમેરિકાની સેનાના અંતરીક્ષ અભિયાનો સંચાલિત થશે. યુએસ સ્પેસ કમાન્ડ પેન્ટાગનમાં એક નવું સંગઠનાત્મક માળખું હશે. તેનું સૈન્ય અંતરીક્ષ અભિયાનો પર સંપૂર્ણપણે નિયંત્રણ રહેશે. ટ્રમ્પે અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસને આના સંદર્ભે એક મેમો મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ અમેરિકાના કાયદા મુજબ યુનાઈટેડ સ્ટેટ્સ સ્પેસ કમાન્ડના કાર્યાત્મક એકીકૃત યુદ્ધક કમાન્ડને સ્થાપિત કરવાનો નિર્દેશ આપી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે નવી કમાન્ડ ટ્રમ્પના નવા સૈન્ય યુનિટ સ્પેસ ફોર્સ બનવવાના લક્ષ્યાંકથી અલગ છે. પરંતુ યુએસ સ્પેસ કમાન્ડને સ્પેસ ફોર્સના નિર્માણ તરફનું એક પગલું ગણવામાં આવે છે. ટ્રમ્પે એવા સમયે આ પગલું ભર્યું છે કે જ્યારે રશિયા અને ચીન અમેરિકાના સેટેલાઈટ્સને બાધિત કરવા અને મૂળમાંથી તેને સમાપ્ત કરવા માટે કોઈને કોઈ વિકલ્પ શોધી રહ્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter