GSTV
Home » News » સાઈબર હુમલાના ડરથી અમેરિકાએ રાષ્ટ્રીય કટોકટીની કરી ઘોષણા

સાઈબર હુમલાના ડરથી અમેરિકાએ રાષ્ટ્રીય કટોકટીની કરી ઘોષણા

યુનાઇટેડ સ્ટેટ્સમાં સાયબર હુમલાના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કમ્પ્યુટર્સને બચાવવા માટે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે. ટ્રમ્પે ઇમરજન્સી લાગુ પાડવાની પાછળ એ તર્ક લગાવ્યું છે કે વિદેશી તાકતો યુ.એસ.નાં કોમ્યુનિકેશન સિસ્ટમને હેક કરવા માંગે છે.

યુનાઇટેડ સ્ટેટ્સે સીધા કોઈ દેશ અથવા કંપનીનો ઉલ્લેખ કર્યો નથી. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પના આ પગલાની પાછળ ચીની ટેલિકોમ કંપની હુવાઈ હોઈ શકે છે. હુવેઇ ટેલિકોમ કંપની વિશ્વની સૌથી મોટી નેટવર્ક સપ્લાય કંપની છે. હુવેઇ કંપની પર ઘણીવખત પ્રશ્ન ઉઠાવામાં આવે છે કે આ કંપનીને ચાઇનાની સેના અને સુરક્ષા એજન્સીઓ ચલાવે છે.

ટ્રમ્પના આદેશનો ઉલ્લેખ કરતાં ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના ચેરમેન અજિત પાઈએ જણાવ્યું હતું કે આ કટોકટીથી અમેરિકન માહિતી અને સંચાર વ્યવસ્થાને મજબૂત બનશે. કેટલીક વિદેશી કંપનીઓની મળી રહેલી ધમકી પછી અમેરિકાના આ મહત્ત્વપૂર્ણ પગલાને કારણે અમેરિકાના નેટવર્કને સુરક્ષિત કરશે.

ટ્રમ્પ પ્રશાસન સતત પણે એ પ્રયત્ન કરી રહ્યા છે કે હ્યુવેઇ કંપનીના ઉપકરણોનો ઉપયોગ અમેરિકાના મિત્રો દેશ ના કરે. ત્યારે મહંદઅશે યુએસએ પણ આ સંદર્ભમાં સફળતા મેળવી છે. અગાઉ ટ્રમ્પે એક બિલ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ચીનમાં હુવેઇ અને ઝેડટીઈ કોર્પના સાધનોનો ઉપયોગ પ્રતિબંધ મૂક્યો હતો.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!