GSTV

ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આપ્યો વધુ એક ઝાટકો, આ વિઝા પર મુકી દીધો પ્રતિબંધ

ડોનાલ્ડ ટ્રમ્પ

Last Updated on June 27, 2020 by Arohi

અમેરિકામાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સીસીપીના અધિકારીઓના વિઝા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ આ માહિતી આપી અને તેમણે એવું કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને લાગુ કરવામાં આવ્યો છે. વિઝા પ્રતિબંધીને જાહેર કર્યા બાદ તેમણે એવું જણાવ્યું કે હાલ સીસીપી પાર્ટીમાં જે અધિકારીઓ છે. તેમણે હોંગકોંગના ઉચ્ચ સ્વાતંત્ર્યને દબાવ્યો છે.

નિર્ણાત્મક કાર્યવાહી કરવાની માંગ

સાથે જ પોમ્પિયોએ કહ્યુ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોંગકોંગની સ્વતંત્રતાને દબાવા વાળા ચીની અધિકારીઓને સાજા આપવાનો વાયદો આપ્યો હતો અને તે વાયદો તેમણે પૂર્ણ કર્યો છે. સમગ્ર મામલે અમેરિકાના વિશેષજ્ઞોએ આંતરરાષ્ટ્રીય સમુદાય જોડે સામૂહિક અને નિર્ણાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

માનવાધિકારોની સ્થિતિ પર નવેસરથી ધ્યાન આપવાનો સમય

જેથી ચીની કમ્યુનિસ્ટ પાર્ટી માનવઅધિકારોનું ઉલ્લંઘન કરવાનું બંધ કરે. મહત્વનું છે કે વિશેષજ્ઞોએ એવું પણ કહ્યું કે માનવાધિકારોની સ્થિતિ પર નવેસરથી ધ્યાન આપવાનો સમય આવી ગયો છે.

Read Also

Related posts

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!