GSTV

ચીન પર ભડક્યાં ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું-વિકાસશીલ દેશ થઇને ઉઠાવે છે ફાયદો, અમેરિકાને પણ બનાવી દો ડેવલપિંગ નેશન

ટ્રમ્પ

Last Updated on April 11, 2020 by Bansari

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે આરોપ લગાવ્યો છે કે  ચીન વિકાસશીલ દેશ થઈને પણ ફાયદો ઉઠાવી રહ્યું છે તો અમેરિકાને પણ વિકાસશીલ દેશ બનાવી દો. ટ્રમ્પએ Corona વાઇરસ પર વ્હાઇટ હાઉસમાં તેમના નિયમિત મીડિયા સમ્મેલનમાં કહ્યું કે ચીને વિશ્વાસ તોડીને અમેરિકા અને અન્ય દેશોનો ફાયદો ઉઠાવ્યો છે. આપણે જાણીયે છીએ કે ચીન એક વિકાસશીલ રાષ્ટ્ર માનવામાં આવે છે. એટલે જ હું કહું છું કે અમેરિકાને પણ વિકાસશીલ દેશ બનવી દો.. ટ્રમ્પએ કહ્યું કે એમને મોટા ફાયદા થયા છે કારણ કે તે વિકાસશીલ દેશ છે. ભારત પણ  એક વિકાસશીલ દેશ છે અમેરિકા મોટો વિકસિત દેશ છે હાલાકી અમારે હજુ વધારે વિકાસ કાર્ય કરવાના છે. ટ્રમ્પએ આરોપ લાગાવ્યો કે ચીન 30 વર્ષોથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે. ચીને વિશ્વ વેપાર સંગઠન એટલે કે  ડબ્લ્યુટીઓના માધ્યમથી નિયમોનો ઉપયોગ કરી ફાયદો ઉઠાવ્યાનો પણ આરોપ લગાવ્યો.

વિશ્વ વેપાર સંગઠન દ્વારા અમેરિકાનો ફાયદો ઉઠાવાની વાતનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે ચીનની અર્થવ્યવસ્થા ત્યારે વધવા લાગી જ્યારે તે અમેરિકાની મદદથી વિશ્વ વેપાર સંગઠનમાં સામેલ થયું. તેમણે કહ્યું કે, પરંતુ જો તે અમારી સાથે નિષ્પક્ષ નહી રહે તો અમે તેને છોડી દઇશુ. તેમણે આરોપ લગાવ્યો કે ચીન 30 વર્ષોથી અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીને વિશ્વિ વેપાર સંગઠન દ્વારા એવા નિયમોનો ઉપયોગ કરીને ફાયદો ઉઠાવ્યો જે અમેરિકા માટે અન્યાયપૂર્ણ રહ્યાં છે.

corona

ટ્રમ્પે કહ્યું કે દેશને ક્યારે ખોલવાનો છે તે તેના માટે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવાવા જઇ રહ્યો છે. કોવિડ-19https://www.gujaratsamachar.com વૈશ્વિક મહામારીના કારણે ફક્ત ગણતરીના સપ્તાહમાં અમેરિકન અર્થ વ્યવસ્થા જાણે કે થંભી ગઇ છે. રાષ્ટ્રીય કટોકટીને ધ્યાનમાં લેતાં 95 ટકાથી વધુ લોકો ઘરમાં ભરાઇ ગયા છે અને 1.6 કરોડથી વધુ લોકો પોતાની નોકરીઓ ગુમાવી ચુક્યા છે. આ જીવલેણ સંક્રમણથી અમેરિકામાં શુક્રવાર સુધી 18 હજારથી વધુ લોકોના મોત થઇ ગયાં જ્યારે પાંચ લાખ લોકો તેનાથી સંક્રમિત થયા છે.

Read Also

Related posts

હવે વગર મોબાઇલ નંબરે પણ તમે આધાર કાર્ડમાં આ રીતે સુધારો કરાવી શકશો, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

Dhruv Brahmbhatt

છટકેલ ઘરવાળો: પત્નીએ કોર્ટ કેસ પાછો ન ખેંચ્યો તો પતિએ દાંતથી બચકું ભરીને નાક તોડી નાખ્યું, લોહીલુહાણ થઈ ગઈ ઘરવાળી

Pravin Makwana

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!