GSTV

હારવા છતાં પણ બીજા કાર્યકાળની તૈયારીમાં લાગ્યા ટ્રમ્પ, વ્હાઈટ હાઉસમાં ઉજવી દિવાળી

Last Updated on November 14, 2020 by Pravin Makwana

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે હિન્દુ તહેવાર દિવાળીની ધૂમધામ સાથે ઉજવણી થઈ રહી છે. દિવાળીના આ તહેવાર પર દેશ આખો રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. આ દિવસે લોકો પોતાના ઘરે દિવા પ્રગટાવતા હોય છે. તથા માં લક્ષ્મીની પણ પૂજા કરતા હોય છે. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેની ઉજવણી થાય છે. અમેરિકામાં પણ મોટી સંખ્યામાં ભારતીય લોકો વસવાટ કરે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આ પહેલી દિવાળી છે. પોતાના કટ્ટર હરીફ જો બાઈડેન સામે ચૂંટણીમાં હારવા છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં આ છેલ્લી દિવાળી મનાવી હતી. જો કે, ચૂંટણીના પરિણામોને કોર્ટમાં ઢસળી જતાં ડોનાલ્ડ ટ્રમ્પ એટલુ ઝડપી હાર માનવા તૈયાર નથી. ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વ્હાઈટ હાઉસમાં દિવો પ્રગટાવી ભારતીયોને દિવાળીની શુભકામના આપી છે. આ સાથે જ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ પણ દિવાળીના અવસરે શુભકામના આપી છે.

READ ALSO

Related posts

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ

pratik shah

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!