GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ટ્રમ્પની સુરક્ષા : જાણો કયા વાહનનું કેવું છે મહત્વ, બોમ્બ વિસ્ફોટ પણ હચમચાવી શકતો નથી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સુરક્ષા કાફલો અને તેમાં જોડાતા વાહનોની કામગીરી અને જવાબદારી વિશેષ હોય છે ત્યારે આવો જાણીએ તેમના કાફલાના દરેક વાહનનું મહત્વ છે. ટ્રમ્પના કાફલામાં સૌથી આગળ અને સૌથી પાછળ સ્થાનિક પોલીસની રૂટ ગાઈડ અને પ્રોટેક્શન વાન હોય છે. જ્યારે વચ્ચેના કાફલામાં સિક્રેટ સર્વિસ એજન્ટ્સ ધરાવતી BMW મોખરે હોય છે. આ કારમાં ચાર એજન્ટ હોય છે જેઓ નાની પિસ્તલ, ઉઝી ગન, મશીનગનથી લઇને આરપીજી સુધીના હથિયારો ચલાવવામાં એકસપર્ટ હોય છે.

કેવી હોય છે સુરક્ષા વ્યવસ્થા

 • કારમાં ચાર એજન્ટ
 • નાની પિસ્ટલ, ઉઝી ગન, મશીનગન
 • આરપીજી હથિયારો ચલાવવા એકસપર્ટ
 • સેન્સર તથા માઈક્રોફોનથી આખા કોન્વોયનું સંચાલન
 • ચોથા અને પાંચમા ક્રમે બીસ્ટ કાર
 • કોઈ એકમાં ટ્રમ્પ તેમના પત્ની સાથે બેસે છે
 • સૌથી છેલ્લે મોટી સેન્સર વાન
 • જોખમી સિગ્નલોને પકડીને જામ કરવા સક્ષમ
 • બે બીસ્ટની આગળ એક મોટી એસયુવી
 • એસયુવીમાં બેઠેલા સિક્રેટ સર્વિસ એજન્ટો
 • કોન્વોયના રૂટનું સતત મેપિંગ
 • ભયજનક હથિયારો, કેમિકલની ઉપસ્થિતિને શોધવા સક્ષમ
 • એસયુવી હરતા-ફરતા કંટ્રોલ ટાવર જેવી
 • ડાયરેકટ લિન્કિંગ અમેરિકાના સ્પાય સેટેલાઈટ સાથે
 • થર્મલ ઈમેજિંગથી જોખમી મૂવમેન્ટ પર બાજનજર
 • બીસ્ટની પાછળ બે શેવરોલે કાર
 • બંને કારમાં સિક્રેટ સર્વિસના એજન્ટ્સ
 • આ બંને કારનો ક્રમ બદલાતો રહે છે
 • કારમાં ઈલેકટ્રોનિક કાઉન્ટર મેઝર ઈકિવપમેન્ટ
 • રિમોટ-કંટ્રોલ્ડ બોંબ કે ડિટોનેટર્સને જામ કરવા સક્ષમ
 • બોંબ વિસ્ફોટ વડે હુમલાને નાકામ બનાવા સક્ષમ
 • કેમિકલ-બાયોલોજિકલ હુમલાને રોકવા સક્ષમ
 • ટ્રમ્પના ડોકટર, લશ્કરી સહાયક
 • ન્યૂકિલયર એટેકની મંજૂરી આપતા બટનની એટેચી
 • પત્રકારો સામેલ
 • કાઉન્ટર એસોલ્ટ ટીમ રક્ષણની અગ્રિમ ભૂમિકામાં
 • સૌથી છેલ્લે વાન હરતો-ફરતો કંટ્રોલ રૂમ
 • હાઈટેક કોમ્યુનિકેશન ઈકિવપમેન્ટથી સજ્જ
 • યુએસ કોમ્યુનિકેશન સેટેલાઈટથી કનેકટ
 • યુએસ પ્રેસિડેન્ટ ગમે ત્યાં વાત કરી શકે તેવી સુવિધા

આ સાથે સેન્સર તથા માઈક્રોફોન વડે આખા કોન્વોયનું સંચાલન કરે છે. ચોથા અને પાંચમા ક્રમે બીસ્ટ કાર રહે છે જેમાંથી કોઈ એકમાં ટ્રમ્પ તેમના પત્ની સાથે બેસે છે. આ કાર વારંવાર ચેન્જ કરાય છે. જ્યારે કોન્વોયમાં સૌથી છેલ્લે મોટી સેન્સર વાન હોય છે…જે તમામ પ્રકારના જોખમી સિગ્નલોને પકડીને જામ કરી દે છે. ટ્રમ્પની બે બીસ્ટની આગળ એક મોટી એસયુવી હોય છે. આ SUVમાં બેઠેલા સિક્રેટ સર્વિસ એજન્ટો કોન્વોયના રૂટનું સતત મેપિંગ કરતા રહે છે.

એસયુવી એક હરતા-ફરતા કંટ્રોલ ટાવર જેવી હોય

મેપિંગ કરવા પાછળનો ઉદ્દેશ ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાના છે તેની આસ-પાસના વિસ્તારમાં કોઈપણ ભયજનક હથિયારો અથવા કેમિકલની ઉપસ્થિતિ હોય તો તેને શોધવાનો છે. આ એસયુવી એક હરતા-ફરતા કંટ્રોલ ટાવર જેવી હોય છે. જેનું ડાયરેક્ટ લિન્કિંગ અમેરિકાના સ્પાય સેટેલાઈટ સાથે હોય છે. થર્મલ ઈમેજિંગના સહારે તમામ જોખમી મૂવમેન્ટ પર બાજ નજર રાખવામાં આવે છે. બીસ્ટની પાછળ બે શેવરોલે કાર હોય છે. આ બંને કારમાં સિક્રેટ સર્વિસના એજન્ટ્સ હોય છે.

ટ્રમ્પની કાર પર બોંબ વિસ્ફોટ વડે હુમલાને નાકામ બનાવે

જેઓ તમામ વિપરીત સંજોગોમાં અમેરિકન પ્રમુખનો જીવ બચાવવા તાલીમબદ્ધ હોય છે. આ બંને કારનો ક્રમ બદલાતો રહે છે કારણકે તેમાંની એક કારમાં ઈલેક્ટ્રોનિક કાઉન્ટર મેઝર ઈક્વિપમેન્ટ હોય છે જે કોઈપણ શક્તિશાળી રિમોટ-કંટ્રોલ્ડ બોંબ કે ડિટોનેટર્સને જામ કરી શકે છે. આ ઈક્વિપમેન્ટ ટ્રમ્પની કાર પર બોંબ વિસ્ફોટ વડે હુમલાને નાકામ બનાવે છે. તદુપરાંત પ્રેસિડેન્ટના કોન્વોય પર કરાતા કેમિકલ-બાયોલોજિકલ સહિતના કોઈપણ અન્ય પ્રકારના હુમલાને રોકી શકે છે. યુએસ પ્રેસિડેન્ટના કોન્વોયમાં પાછળની ત્રણ-ચાર કારમાં ટ્રમ્પના ડોક્ટર, લશ્કરી સહાયક, ન્યૂક્લિયર એટેક કરવાની મંજૂરી આપતા બટનની એટેચી ઉપરાંત પત્રકારો પણ સામેલ હોય છે. આ સિવાય તેમની સાથે કાઉન્ટર એસોલ્ટ ટીમ પણ હોય છે જે હુમલાની સ્થિતિમાં રક્ષણની અગ્રિમ પંક્તિની ભૂમિકા ભજવે છે. પત્રકારોની વાનમાં વ્હાઈટ હાઉસનો મીડિયા સ્ટાફ પણ હોય છે. આ સ્ટાફમાં ટ્રમ્પના અગ્રિમ હરોળના મીડિયા સહાયકો હોય છે જેઓ માઈક્રોફોનથી ગમે ત્યાં સંપર્કમાં રહી શકે છે.

વાન સીધે-સીધી યુએસ કોમ્યુનિકેશન સેટેલાઈટથી કનેક્ટ હોય છે

ટ્રમ્પના કોન્વોયમાં સૌથી છેલ્લે રહેલી વાન એક પ્રકારે હરતો-ફરતો કંટ્રોલ રૂમ છે. આ વાન કોન્વોયના બધા વાહનો વચ્ચે સંપર્ક સેતુ જાળવવાનું કામ કરે છે. હાઈટેક કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટથી સજ્જ આ વાન સીધે-સીધી યુએસ કોમ્યુનિકેશન સેટેલાઈટથી કનેક્ટ હોય છે. આ વાન થકી જ કોન્વોયમાં પસાર થતી વેળાએ યુએસ પ્રેસિડેન્ટ આખા વિશ્વમાં ધારે તે રાજકારણી અથવા તો અન્ય વ્યક્તિ સાથે વાત કરી શકે છે. બધા વાહનો વચ્ચેના અંદરો-અંદરના સંદેશાવ્યવહારની મુખ્ય ચાવી પણ આ જ વાન છે.

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળો અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!