GSTV
Home » News » ‘હું આમંત્રિત છું ને?’ Howdy Modiમાં ટ્રમ્પના સવાલનો પીએમ મોદીએ આપ્યો જબરદસ્ત જવાબ

‘હું આમંત્રિત છું ને?’ Howdy Modiમાં ટ્રમ્પના સવાલનો પીએમ મોદીએ આપ્યો જબરદસ્ત જવાબ

Howdy Modi ઇવેન્ટ શાનદાર રહી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેમેસ્ટ્રી પણ જોવા જેવી હતી. 50 હજાર લોકો સામે ટ્રમ્પે એક સવાલ પૂછ્યો. શું પીએમ મોદી તેમને નેશનલ બાસ્કેટબૉલ એસોસિએશન (NBA)ના મુંબઇમાં રમાનાર ગેમને જોવા આવવાનું આમંત્રણ આપશે? આ ભારતમાં આ સ્પોર્ટસ લીગની પહેલી મેચ હશે.

ટ્રમ્પે કહ્યું, અમે તે સુનિશ્વિત કરવા માંગીએ છીએ કે ભારતીયોને દુનિયામાં સૌથી સારા ઉત્પાદને મળે. ટૂંક સમયમાં NBA બાસ્કેટબૉલની મજા માણી શકશે. લોકો ભારતમાં પ્રથમ NBA ગેમ જોવા મુંબઇમાં એકઠા થશે. શું હું આમંત્રિત છું, પ્રધાનમંત્રી? ચોંકી ન ઉઠો, હું તમને ચેતવણી આપી રહ્યો છું, હું આવી શકું છુ.

NBAએ ગત વર્ષે ડિસેમ્બરમાં ઘોષણા કરી હતી કે તે ભારતમાં પોતાની પહેલી મેચનું આયોજન કરશે. ઇન્ડિયાના પેપર્સ અને સેક્રામેંટો કિંગ્સની ટીમો 4 અને 5 ઓક્ટોબરે બે પ્રી-સીઝન ગેમ્સ રમશે.

પછીથી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સપરિવાર ભારત આવવાનું આમંત્રણ આપ્યુ. મોદીએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે તમે તમારા પરિવાર સાથે ભારત આવો અને તમારુ સ્વાગત કરવાની અમને તક મળે. આપણી મિત્રતા અને ભારત-અમેરિકાનું સપનુ, આપણે તેને એક નવુ ભવિષ્ય આપીશુ.

વડાપ્રધાને Howdy Modiનું સમાપન કરતાં કહ્યું કે, આભાર હ્યુસ્ટન, આભાર અમેરિકા. ભગવાન તમારો ખ્યાલ રાખે. ભાષણ સમાપ્ત થયા બાદ બંને નેતાઓએ એકબીજાનો હાથ મિલાવ્યો અને ઉત્સાહ સાથે હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યુ.

Read Also

Related posts

અભિનેતા સન્ની દેઓલે માફી માંગી બબીતા ફોગટની, કારણ છે કંઈક આવું

pratik shah

6 ગામના લોકોનો વિરોધ, શહેરમાં પાણી-રસ્તાના ઠેકાણા નથી, ગામડાનો વિકાસ કેવી રીતે કરશો

Nilesh Jethva

લો હવે આ કંપનીએ જીયોથી પણ ઓછી કિંમતમાં શરૂ કર્યો ડેટા પ્લાન, આપી રહી છે અનેક સુવિધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!