GSTV

ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે તાજમહેલનો દીદાર કરવા પહોંચ્યા, પ્રેમના પ્રતિકને નિહાળી થયા અભિભૂત

અમદાવાદના પ્રવાસ પૂર્ણ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલિનિયા ટ્રમ્પ આગ્રામાં તાજમહેલનો દીદાર કરવા પહોંચ્યા. પ્રેમનું પ્રતિક ગણાતા તાજમહેલને નિહાળીને ટ્રમ્પ અને મેલેનિયા અભિભૂત થયા. આ દરમિયાન ટ્રમ્પે તાજમહેલમાં રાખવામાં આવેલી વિઝીટર બુકમાં નોંધ પણ લખી.

ચારે તરફ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ટ્રમ્પની મુલાકાત સમયે તાજમહેલની ચારે તરફ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદેશી પ્રવાસીઓમાં તાજમહેલનું ભારે આકર્ષણ રહે છે. ભારતના પ્રવાસે જે કોઇ પણ વીવીઆઇપી આવે છે તેઓ તાજમહેલની મુલાકાતે અચુક આવે છે. આ પહેલા તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને હિલેરી ક્લિન્ટન પણ તાજમહેલની મુલાકાત લઇ ચુક્યા છે.

વિશેષ વિમાનથી તાજનગરી આગ્રા પહોંચ્યા

તો અમદાવાદથી ઉડાન ભર્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશેષ વિમાનથી તાજનગરી આગ્રા પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે તેમના પત્ની મેલેનિયા, પુત્રી ઇવાંકા અને જમાઇ જેર્ડ કુશનર પણ સાથે હતા. ટ્રમ્પે અમદાવાદના કાર્યક્રમ બાદ ટ્વીટ કર્યું છે કે અમેરિકા અને ભારત બંને પોતાના દેશને મજબૂત બનાવશે. લોકોને સંપન્ન બનાવશે અને મોટા સપનાંવાળા લોકોને મોટા અને ભવિષ્ય પહેલાંથી વધુ સફળ બનાવશે. હજુ તો આ શરૂઆત છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

અહીં ટ્રમ્પ પરિવારના સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેને નિહાળી ટ્રમ્પ અને તેમને નિહાળીને ટ્રમ્પ તેમજ તેમનો પરિવાર પ્રફુલ્લિત થયા. એરપોર્ટ પરથી સમગ્ર ટ્રમ્પ પરિવાર તાજ મહેલ નિહાળવા માટે રવાના થયો.

READ ALSO

Related posts

તમારા કામનું/ 1 ફેબ્રુઆરીથી જનતાને મળશે રાશનની હોમ ડિલીવરી, શરૂ થઇ આ ખાસ સુવિધા

Bansari

બંગાળમાં રાજકીય નૃત્ય: દીદીને વધુ એક ઝટકો, ચૂંટણી પહેલા વન મંત્રીએ આપ્યું રાજીનામુ

Pritesh Mehta

નોકરાણી “રાણી” બની : અનૌરસ પુત્રી લુઇઝા પાછળ પાણીની જેમ રૂપિયા ખર્ચી રહ્યાં છે પુતિન, 100 અબજ રૂપિયાનો તો છે મહેલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!