કિમ જોંગ ઉનની જિનપિંગ સાથેની મુલાકાતના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વખાણ કર્યા છે. ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું છે કે મંગળવારે રાત્રે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કિમ જોંગ ઉન સાથે તેમની મુલાકાત અંગે વિગત આપી હતી. કિમ મારી સાથેની મુલાકાતની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હાલમાં એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે ઉત્તર કોરિયા પર મહત્તમ પ્રતિબંધ અને દબાણ બનાવી રખાશે. જોકે જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ આ મુલાકાત અંગે ચીન પાસે સ્પષ્ટતા માંગી છે.