GSTV

ડોનાલ્ડ ટ્રમ્પે પણ બનાવડાવ્યો હતો પોતાનો એક ‘તાજ મહેલ’, આખરે એવું તો શું થયું કે વેચી નાંખવો પડ્યો?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા ખાસ કરીને આગ્રાની મુલાકાત ચર્ચામાં છે. ઘણાં ઓછા લોકો જાણતા હશે કે ટ્રમ્પ આગ્રાના તાજ મહેલથી ખૂબ જ પ્રભાવિત છે. ત્યારે જ તમણે અમેરિકાના ન્યૂજર્સીમાં તાજ મહેલના નામે એક બિલ્ડીંગ ઉભી કરી હતી. જેમાં વર્ષો સુધી ટ્રમ્પનું વ્યાવસાયિક કસીનો ધમધમતૂ રહ્યું. જો કે આર્થિક મુશ્કેલીઓના પગલે ટ્રમ્પે પોતાનો તાજમહેલ વેચી નાંખવો પડ્યો હતો.

આ કારણે ટ્રમ્પે વેચવો પડ્યો પોતાનો તાજ મહેલ

અમેરિકાના ન્યૂડજર્સના અટલાંટિક સિટીમાં Hard Rock Hotel & Casino Atlantic City નામનો એક કસીનો અને હોટલ હતી. તે ટ્રમ્પના તાજ મહેલ તરીકે જાણીતી છે. આ કસીનો અમેપિકાના સૌથી ફેમસ કસીનોમાંથી એક છે. આ કસીનોને 100 કરોડના ખર્ચે 1990માં બનાવવામાં આવ્યો હતો. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ શાહજહાં જેટલા નસીબદાર સાબિત ન થયા અને આર્થિક તંગીના કારણે તેમણે પોતાનો તાજમહેલ વેચવો પડ્યો.

દુનિયાનો સૌથી મોટો કસીનો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટા બિઝનેસમેન છે. તેમને પોતાના પિતા તરફથી વારસામાં એક વિશાળકાય બિઝનેસ અમ્પાયર મળ્યું હતું. 2 એપ્રિલ 1990ના રોડ ડોનાલ્ડ ટ્રમ્પનો આ કસીનો બનીને તૈયાર થયો હતો. ત્યારે આ દુનિયાનો સૌથી મોટો કસીનો હતો.

રસપ્રદ વાત એ છે કે ત્યારે આ કસીનોનું ઉદ્ઘાટન પણ ડોનાલ્ડ ટ્રમ્પે જ કર્યુ હતુ. આશરે 24 વર્ષો સુધી ટ્રમ્પની કંપનીએ આ કસીનોને સફળતાથી ચલાવ્યુ. પરંતુ 2014માં અનેક ફાઇનાન્શિયલ મુશ્કેલીઓ આવવા લાગી. કંપની અનેક સ્તરે પર ઝઝૂમવા લાગી હતી. 106થી બંધ થયેલા આ કસીનોને એક માર્ચ 2017ના રોજ સેમિનોલ ટ્રાઇબ ઑફ ફ્લોરિડાએ હાર્ડ રૉક ઇન્ટરનેશનલ બ્રાન્ડ અંતર્ગત ફરી શરૂ કર્યો.

કસીનોમાં 1900થી વધુ રૂમ

આ કસીનો પોતાના આકારમાં પણ અમેરિકાના સૌથી મોટા કસીનોમાંથી એક છે. આશરે 15 હજાર સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ કસીનોમાં 1900થી વધુ રૂમ છે. આ ઇમારતની બિલ્ડિંગ પણ અનોખી રીતે બનાવવામાં આવી છે. તેના પ્રવેશ દ્વાર પર ગુંબજ આકારની આકૃતિ બનાવવામાં આવી છે. બ્લૂ કલરનો ઉપયોગ તેને તાજ જેવી ઇમારત જેવો લુક આપે છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતનાં પ્રવાસે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતનાં પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે યુએસ પ્રમુખનું વિમાન સવારે 11:30ના અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગમન કરશે. નિયમ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના એરક્રાફ્ટનું લેન્ડિંગ અને ટેક્ ઓફ્ થાય નહીં ત્યાં સુધી નિર્ધારીત હદમાં ‘નો ફ્લાય ઝોન’ રહેશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સવારે 11:30થી બપોરે 12 અને તેમની વિદાયના સમય એટલે કે બપોરે 3:30થી 4:00ની આસપાસ અમદાવાદ એરપોર્ટમાં અન્ય કોઇ ફ્લાઇટનું ટેક્ ઓફ્ કે લેન્ડિંગ થઇ શકશે નહીં. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને વિદાય વખતે પણ ‘નો ફ્લાય ઝોન રહેશે.

આ સમયે અમદાવાદ પહોંચશે


અમદાવાદ એરપોર્ટ પર સરેરાશ 1 કલાક સુધી ફ્લાઇટના શેડયૂલ ઉપર અસર પડે તેની પૂરી સંભાવના છે. એટલે કે બપોરની સરેરાશ 35 જેટલી ફ્લાઇટના શેડયૂલ ખોરવાઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અંદાજીત બપોરે 12ની આસપાસ એરપોર્ટથી બહાર નીકળશે. ત્યારે તે સમયે તમામ ટ્રાફિક વ્યવહાર બંધ કરવામાં આવશે, આ કારણે ફ્લાઇટમાં જઇ રહેલા મુસાફરોને અગવડનો સામનો કરવો પડશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉ જ એવી જાહેરાત કરી દેવામાં આવી છે કે ફ્લાઇટના શેડયૂલમાં કોઇ જ ફેરફાર નહીં કરવામાં આવે. પરંતુ મુસાફરોએ તેમની ફ્લાઇટના સમયના 3 કલાક અગાઉ અમદાવાદ એરપોર્ટમાં આવી જવું પડશે.

ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અંદાજીત બપોરે 12ની આસપાસ એરપોર્ટથી બહાર નીકળશે


મુસાફરને મૂકવા માટે સ્વજન આવ્યા હશે, તો તેમને એરપોર્ટ સુધી નહીં આવી શકે. દરેક મુસાફરોએ ફ્લાઇટની ટિકિટ, આધાર કાર્ડ-પાન કાર્ડ-ઇલેક્શન કાર્ડ જેવા ઓળખના સરકાર માન્ય પુરાવાની હાર્ડ કોપી પણ સાથે રાખવી પડશે. પોલીસ કે સુરક્ષા કર્મી માગે ત્યારે ફ્લાઇટની ટિકિટ-ઓળખના પુરાવાની હાર્ડ કોપી મુસાફરોએ તેને તે દર્શાવવાની રહેશે.

મુસાફરોએ ફ્લાઇટની ટિકિટ, આધાર કાર્ડ-પાન કાર્ડ-ઇલેક્શન કાર્ડ જેવા ઓળખ કાર્ડ સાથે રાખવા

સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિનું સત્તાવાર વિમાન એરફોર્સ વન ઉતરણ કરવાની તૈયારી હોય એરપોર્ટમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:45થી 11 વચ્ચે અમદાવાદ આવવાની શક્યતા છે. ત્યારે પણ એરપોર્ટ પર ‘નો ફ્લાય ઝોન’ રહેશે. આમ, વહેલી સવારથી ટ્રમ્પની વિદાય સુધી જે મુસાફરોની ફ્લાઇટ હશે તેમને મુશ્કેલીનો ચોક્કસ સામનો કરવો પડશે.

READ ALSO

Related posts

માર્કટમાં આવી રહી છે TATAની આ ધાંસૂ કાર, બલેનો-હોન્ડાઈ i20ને આપશે ટક્કર

Sejal Vibhani

ઉપયોગી/ ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ અંગે જાણકારી મેળવવી છે જરૂરી, અનેક બાબતે થાય છે ફાયદો

Sejal Vibhani

ફરી પછી નહિ વધે આ 7 રીતે ઘટાડેલ વજન, વેઇટ લોસ માટે ટ્રેનિંગનો બેસ્ટ ફોર્મ્યુલા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!