એક ટ્વિટર યુઝરે દાવો કર્યો હતો કે બેંગ્લોરમાં ડોમિનોની દુકાનમાં પિત્ઝા માટે બાંધેલી કણક પર ટોઇલેટ બ્રશ લટકાવવામાં આવ્યું હતું. આ જોયા પછી સોશિયલ મીડિયા પર લોકો ભયંકર ગુસ્સે થયા હતા.
Here is the video of the scene pic.twitter.com/fuWEZd04cm
— Sahil Karnany (@sahilkarnany) August 14, 2022
મલ્ટીનેશનલ પિત્ઝા કંપની ડોમિનોઝને પિત્ઝા બનાવતી ટ્રે પર કણક ભરેલી ટ્રે-ની લગભગ અડોઅડ ટોઇલેટ બ્રશ લટકાવવાના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ મલ્ટીનેશનલ પિઝા કંપની ડોમિનોઝને ગ્રાહકો સહિત ઘણા લોકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
સાહિલ કરનાની નામના ટ્વિટર યુઝરે તસવીર શેર કરી અને લખ્યું, આ રીતે ડોમિનોઝ આપણને ફ્રેશ પિત્ઝા પીરસે છે! ખૂબ જ ઘૃણાસ્પદ કહેવાય. તેણે દાવો કર્યો કે આ તસવીર બેંગલુરુ શહેરના હોસા રોડ પર સ્થિત એક આઉટલેટની છે. આ બાબતે, ડોમિનોઝે એક નિવેદન જારી કરીને કહ્યું; ડોમિનોઝ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે વિશ્વ-વર્ગના પ્રોટોકોલ્સનું પાલન કરે છે.
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે