GSTV

ચોંકાવનારો સર્વે/ દેશની મહિલાઓએ ખુદ સ્વિકાર્યું કે, પતિ દ્વારા મરાતો માર યોગ્ય છે, જોઈ લો ક્યા રાજ્યની મહિલા છે સૌથી વધારે દુ:ખી

Last Updated on November 27, 2021 by Pravin Makwana

પતિ દ્વારા પત્ની સાથે મારપીટ કરવાનું કેટલું યોગ્ય છે ! આજે પણ કેટલાય રાજ્યોમાં એવી મહિલાઓ છે, જ્યાં પુરૂષ કોઈ કારણોસર ઘરેલૂ હિંસાને અંજામ આપવું યોગ્ય ઠેરવી રહ્યા છે. આ વાતની જાણકારી હાલમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં મળી છે. સર્વેમાં 18 રાજ્યો અને જમ્મુ તથા કાશ્મીરમાં લોકો પાસેથી આ સવાલનો જવાબ માગવામાં આવ્યો હતો. સર્વેમાં જણાવ્યા અનુસાર ઘરેલૂ શોષણનું સમર્થન કરવામાં સૌથી સામાન્ય કારણ સાસરિયાવાળાનો અનાદર, ઘર અને બાળકોને નજરઅંદાજ કરવા.

સર્વેમાં એ પણ સવાલ પૂછવામાં આવ્યો અને જવાબ આપનારાની સામે 7 સ્થિતીઓ રાખવામાં આવી હતી. જો તે કહ્યા વગર ઘરની બહાર જાય તો, જો મહિલા ઘર અથવા બાળકોને નજરઅંદાજ કરે તો, જો મહિલા તેની સાથે દલીલ કરે તો, જો મહિલા તેની સાથે સંબંધ બનાવાની ના પાડે તો, જો તે ખાવાનું બરોબર ન બનાવે તો, જો પુરૂષને પત્ની વિશ્વાસઘાત કરે છે, તેનો શક જાય તો, જો મહિલા સાસરિયાવાળાનો આદર ન કરે તો…

તેલંગણામાં સૌથી વધારે 83.8 ટકા મહિલાઓએ કહ્યુ કે, પુરૂષો પોતાની પત્નીને મારવાનું યોગ્ય ગણે છે. હિમાચલ પ્રદેશની મહિલાઓનો આ મામલે આંકડો સૌથી ઓછો 14.8 ટકા છે. કર્ણાટકમાં 81.9 ટકા ઉત્તર આપનારા પુરૂષોનું કહેવું છએ કે, પત્નીને મારવાનું યોગ્ય છે. એવા કેટલાય રાજયો છે. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઘરેલૂ હિંસાને યોગ્ય ઠેરવ્યું છે. તેમાંથી આંધ્ર પ્રદેશ 83.6 ટકા, કર્ણાટકમાં 76.9 ટકા, મણિપુરમાં 65.9 ટકા અને કેરલમાં 52.4 ટકા શામેલ છે. હિમાચલ અને ત્રિપુરામાં સૌથી ઓછા પુરૂષોએ ઘરેલૂ શોષણનું સમર્થન કર્યું છે. બંને રાજ્યોમાં એવા ઉત્તરદાતાઓની સંખ્યા ક્રમશ: 14.2 અને 21.3 ટકા રહી છે.

2019-21માં આયોજીત સર્વેમાં જોડાયેલા આંકડા બુધવારે જાહેર કરવામાં આવ્યા છે. આ સર્વેમાં આસામ, આંધ્ર પ્રેદશ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કીમ, તેલંગણા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યો હતો. તેમાંથી 13 રાજ્યોની મહિલાઓએ સાસરિયાવાળાનો અનાદરથી મારપીટને યોગ્ય કારણ ગણાવ્યું હતું.

ત્યાર બાદ સાથી તરફથી હિંસા સ્વીકારવાનું બીજૂ સૌથી મોટુ કારણ ઘર અને બાળકો પ્રત્યેની લાપરવાહી રહી છે. તો વળી વિશ્વાસઘાતના શકના કારમે મારપીટ સૌથી ઓછા કેસ આવ્યા છે. 2015-16ના આંકડા જણાવે છે કે, સર્વેમાં શામેલ 52 ટકા મહિલાઓ પતિ તરફથી પત્નીની મારપીટને યોગ્ય જણાવે છે. તો વળી 42 ટકા પુરૂષ આ વાતથી સહમત હતા.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!