GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અમદાવાદમાં ૧૯ શહેરને સાંકળતી ફ્લાઇટ ૨૫ મેથી શરૃ કરાશે, ચુકવવુ પડશે આટલુ ભાડુ

ફ્લાઇટ

મહામારી કોરોનાના કેર વચ્ચે જનજીવન પૂર્વવત્ કરવા માટે કવાયત શરૃ કરી દેવામાં આવી છે. જેના ભાગરૃપે આગામી ૨૫ મેથી દેશમાં ઉડ્ડયન સેવા ફરી એકવાર શરૃ થવા જઇ રહી છે. ૨૫ મેથી ૩૦ જૂન દરમિયાન પ્રથમ તબક્કામાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ૧૯ શહેરને સાંકળતી ફ્લાઇટ ઉડાન ભરશે.૨૫ મેની ફ્લાઇટમાં અમદાવાદ આવવા તથા અમદાવાદથી જવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેના પગલે અનેક એરલાઇન્સે કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયની ગાઇડલાઇનમાં રહીને કેટલું વધુ એરફેર વસુલવાનું પણ શરૃ કરી દીધું છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી જે શહેરને સાંકળતી ફ્લાઇટ શરૃ થવાની છે તેમાં મુંબઇ, બેંગાલુરુ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઇ, હૈદરાબાદ, ચંદીગઢ, નાસિક, નાગપુર, લખનૌ, પૂણે, વારાણસી, કિશનગઢ, ઉદેપુર, ઇન્દોર, જેસલમેર, જલગાંવ, પોરબંદર, કંડલાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર આ પૈકીની કેટલીક ફ્લાઇટ દરરોજ તો કેટલીક સપ્તાહમાં નિર્ધારીત કરેલા દિવસોમાં અમદાવાદ ખાતે અવર-જવર કરશે. પ્રથમ તબક્કામાં જે એરલાઇન્સ દ્વારા અમદાવાદની ફ્લાઇટ શરૃ કરવામાં આવી છે તેમાં એર ઇન્ડિયા, ગો એર, સ્પાઇસ જેટ, ઇન્ડિગો, ટ્રુ જેટ, એલિઅન્સ એર, એર એશિયાનો સમાવેશ થાય છે.

Lockdown

કોઇ પણ એરલાઇન્સ મહત્તમ કેટલું એરફેર મુસાફર પાસેથી વસુલી શકશે તેની પણ કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. જેના અનુસાર ૪૦ મિનિટના અંતરની ફ્લાઇટ હોય તો લઘુતમ રૃપિયા ૨ હજાર, મહત્તમ રૃપિયા ૬ હજારનું ભાડું છે. આ જ રીતે ૪૦થી ૬૦ મિનિટ માટે રૃપિયા ૨૫૦૦થી રૃપિયા ૭૫૦૦, ૬૦થી ૯૦ મિનિટ માટે રૃપિયા ૩ હજારથી રૃપિયા ૯ હજાર, ૯૦થી ૧૨૦ મિનિટ માટે રૃપિયા ૩૫૦૦થી રૃપિયા ૧૦ હજાર, ૧૨૦થી ૧૫૦ મિનિટ માટે રૃપિયા ૪૫૦૦થી રૃપિયા ૧૩ હજાર, ૧૫૦થી ૧૮૦ મિનિટ માટે રૃપિયા ૫૫૦૦થી રૃપિયા ૧૫૭૦૦ અને ૧૮૦થી ૨૧૦ મિનિટ માટે રૃપિયા ૬૫૦૦થી રૃપિયા ૧૮૬૦૦નું એરફેર નક્કી કરાયું છે. આ મર્યાદામાં રહીને પણ એરલાઇન્સ દ્વારા વન-વે એરફેર સામાન્ય દિવસોની સરખામણીએ બમણાથી વધુ એરફેર વસુલવામાં આવી રહ્યું છે. આ અંગે એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું કે, ‘લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું તેના લીધે અનેક લોકો પોતાના વતનથી દૂર ફસાઇ ગયા હતા. હવે એરલાઇન્સ શરૃ થતાં જ તેઓ સ્વાભાવિકપણે શક્ય તેટલી પહેલી ફ્લાઇટમાં વતન પરત ફરવાનો પ્રયાસ કરે. જેના કારણે ૨૫ મેની અનેક રૃટની ટિકિટ વેચાઇ ગઇ છે. હવે જૂનના બીજા સપ્તાહ સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ શરૃ થવાની સંભાવના છે.

Read Also

Related posts

લદ્દાખમાં ચીને સૈનિકોની કેવી રીતે કરાવી ઘુસણખોરી, સુરક્ષા એજન્સીઓએ સોંપ્યો રિપોર્ટ

Mansi Patel

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!