ઘરેલુ રાંધણ ગેસ(એલપીજી)ના સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં સિલિન્ડર દીઠ ૫.૯૧ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાને પગલે સળંગ બીજા મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
દેશની સૌથી મોટી ફ્યુઅલ રિટેલર કંપની આઇઓસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હીમાં ૧૪.૨ કિગ્રાના સબસિડીવાળા સિલિન્ડરની કીંમત ૫૦૦.૯૦ રૂપિયાથી ઘટીને ૪૯૪.૯૯ રૂપિયા થઇ છે.

આ અગાઉ એક ડિસેમ્બરે સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં ૬.૫૨ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જૂન મહિનાથી સળંગ છ વખત ભાવ વધારવામાં આવ્યા પછી એક ડિસેમ્બરથી ભાવ ઘટાડવામાં આવી રહ્યાં છે.
બે વખત કરાયેલા ઘટાડાથી સિલિન્ડરના ભાવમાં કુલ ૧૪.૧૩ રૂપિયાનો ઘટાડો થયો છે. આઇઓસીએ અન્ય એક નિવેદનમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટતા અને ડોલરની સામે રૂપિયો મજબૂત થતાં સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં ૧૨૦.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ ઘટીને ૬૮૯ રૂપિયા થયો છે. આ અગાઉ એક ડિસેમ્બરે પણ સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં ૧૩૩ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એલપીજીના ગ્રાહકોને સમગ્ર વર્ષમાં ૧૨ એલપીજી સિલિન્ડર સબસિડીવાળા આપવામાં આવે છે. જો કોઇ કુંટુબને એક વર્ષમાં ૧૨થી વધુ સિલિન્ડરની જરૃર પડે તો તેને સબસિડી વગરનું સિલિન્ડર આપવામાં આવે છે.
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….
જાન્યુઆરી, ૨૦૧૯માં એક સબસિડીવાળા સિલિન્ડરની ૧૯૪.૦૧ સબસિડી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં આ રકમ ૪૩૩.૬૬ રૂપિયા અને ડિસેમ્બરમાં ૩૦૮.૬૦ રૂપિયા હતી.