GSTV
Home » News » કોંગ્રેસની આ ચાલને કારણે રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ

કોંગ્રેસની આ ચાલને કારણે રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આજે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. લોકસભામાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આજે ચર્ચા બાદ મતદાન થશે. આ અવિશ્વાસ પ્રસ્તાવને તેલુગુ દેશમ પાર્ટી લાવી છે. આ અવિશ્વાસ પ્રસ્તાવની અગ્નિપરીક્ષા પહેલા આજે ડૉલરના મુકાબલે રૂપિયાનો ભાવ વધુ ઓછો થઈ ગયો છે. એક ડૉલરની કિંમત 69.12 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ રેટ સવારના છે. રૂપિયો કાલે 69.06 પર બંધ થયો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે કે રૂપિયાના મુકાબલે ડૉલર સૌથી મોંઘો થઈ ગયો છે.

આ અગાઉ 26 જૂને 1 ડૉલરની કિંમત 69.095 રૂપિયા પર પહોંચી ગઈ હતી. હવે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે. ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પાવેલે અમેરિકન સંસદમાં કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા વધુ સારી થઇ રહીં છે. આ નિવેદન બાદ અમેરિકામાં વ્યાજ દર વધવાની સંભાવના બની રહી છે. આમ પણ વિશ્વભરમાં કરન્સીના મુકાબલે અમેરિકી ડૉલરમાં તેજી દેખાઈ રહીં છે.

રૂપિયો નબળો પડવાથી આ થશે અસર

ભારતીયો માટે વિદેશ યાત્રા કરવી મોંઘી થશે.

વિદેશમાં ભણવાનો ખર્ચ પણ વધુ થશે. યાત્રા અને ભણતર એટલે મોંઘુ થશે, કારણકે કરન્સી એક્સચેન્જ માટે ડૉલરના મુકાબલે વધારે રૂપિયા ચૂકવવા પડશે.

ભારત માટે ક્રુડની આયાત કરવી મોંઘી થઈ જશે. જેનાથી મોંઘવારી વધી શકે છે.

રૂપિયો નબળો પડવાથી આઈટી અને ફાર્મા કંપનીઓને ફાયદો થશે. કારણકે તેનો વેપાર એક્સપોર્ટ સાથે જોડાયેલો છે.

Related posts

World Emoji Day: ઈમોજી સ્ટાઈલમાં જુઓ આ બોલિવુડ સ્ટાર્સનાં રિએક્શન

Path Shah

અમદાવાદના ચાંદખેડામાં પતિએ આ કારણે પત્નીની ગળુ દબાવી કરી હત્યા

Mansi Patel

વડોદરા: ગણેશ ચતુર્થી બાબતે પોલીસે અનેક પ્રતિબંધો મુક્યા, ગણેશ મંડળોમાં ભારોભાર રોષ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!