GSTV
Business ટોપ સ્ટોરી

ડોલર સામે રૂપિયો વધુ નબળો! 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો, ભારતીય ચલણનું થઈ રહ્યું છે સતત અવમૂલ્યન

રૂપિયો

બુધવારે ડોલરનો રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તર 81.93 પર પહોંચી ગયો હતો. મંગળવારના કારોબારમાં રૂપિયો 81.57 ના સ્તરને પાર કરી ગયો હતો.બુધવારે રૂપિયો ડોલર સામે 81.90 ના રેકોર્ડ નીચલા સ્તરે ખૂલ્યો હતો. ત્યારે તે ડૉલરના મુકાબલે 81.93 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

ધનાઢય

ડૉલરની સતત મજબૂતી, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય મૂડીબજારમાંથી ભંડોળ પાછું ખેંચવા અને ઈક્વિટી માર્કેટમાં વધતા જોખમને કારણે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ડોલર સામે રૂપિયો 81.57 ના સ્તરને પાર કરી ગયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રૂપિયાની નબળાઈ પર નજર રાખી રહી છે. રિઝર્વ બેન્ક પ્રત્યક્ષ કે આડકતરી રીતે કોઈ પગલું નહીં ભરે તો 30 સપ્ટેમ્બરે ચોક્કસ આ બાબતે કોઈ નક્કર પગલાં લઈ શકે છે.

બ્લૂમબર્ગના ડેટા અનુસાર, ડોલર સામે 81.90 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એશિયન ટ્રેડિંગમાં યુએસ ડૉલર ઇન્ડેક્સ 114.68ની નવી ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. યુએસ 10-વર્ષના ટ્રેઝરી બોન્ડ યીલ્ડ 2010 પછી પ્રથમ વખત 4 ટકા સુધી પહોંચી છે.યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો અને વિકાસશીલ દેશોની કરન્સી પર ડોલરના દબાણને કારણે શક્ય છે કે આવા દેશો વ્યાજદરમાં વધુ વધારો કરે. જેના કારણે આર્થિક વૃદ્ધિ પર પણ અસર પડી શકે છે.ભારતીય શેરબજારો પણ આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ત્યારે NSE નિફ્ટી 107.45 પોઈન્ટના ઘટાડા સાથે 16,899.95 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. BSE સેન્સેક્સ 301.10 પોઈન્ટ ઘટીને 56,806.42 પર ટ્રેડ કરી રહ્યો હતો.

READ ALSO

Related posts

એલન મસ્ક ટૂંક સમયમાં આઇફોન-એન્ડ્રોઇડને ટક્કર આપવા ઉતરી શકે મેદાનમાં, લૉન્ચ કરી શકે છે સ્માર્ટફોન કંપની

Kaushal Pancholi

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah

સૌરાષ્ટ્ર! વર્ષ 2017ની ચૂંટણીમાં વધુ મતદાનથી કોંગ્રેસને થયો મોટો ફાયદો, જે બેઠક પર ઓછું મતદાન થયું પણ 50 ટકા બેઠકો કોંગ્રેસને ફાળે

pratikshah
GSTV