GSTV

ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ પીપલ્સ લિબરેશન આર્મી ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા

ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીનના સંબંધોમાં આવેલા તણાવને હવે પાટા પર લાવવાની કોશિશ શરૂ થઈ ચુકી છે. ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીનું પ્રતિનિધિમંડળ નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ પીપલ્સ લિબરેશન આર્મીના પ્રતિનિધિમંડળની આ પહેલી ભારત મુલાકાત હશે.

2017માં 72 દિવસના સૈન્ય ગતિરોધ બાદ ચીન અને ભારત વચ્ચેની સૈન્ય સ્તરની વાટાઘાટો બંધ કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં ચીનના વુહાન ખાતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપપિંગ વચ્ચેની અનૌપચારીક વાતચીત બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાની કોશિશોની શરૂઆત થઈ છે. આ વાતચીતમાં ભારત અને ચીનની સેનાઓ સરહદ પર શાંતિ સ્થાપિત કરવાની કોશિશ કરશે અને ડીજીએમઓ સ્તરની વાતચીત મામલે પણ વિચારણા કરવા બાબતે સંમતિ સધાઈ છે.

વુઆનમાં સધાયેલી સંમતિ બાદ હવે પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડનું એક પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડની પાસે જ ભારત સાથેની ચીની સરહદની સારસંભાળની જવાબદારી છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રેન ગ્યોકાંગે કહ્યુ છે કે હાલ બંને દેશોના અધિકારી આ મુલાકાતને લઈને વાતચીત કરી રહ્યા છે. આવી બેઠક યોજાશે તો તેનાથી બંને દેશોના સૈનિકોમાં પરસ્પર ભરોસામાં વધારો થશે.

ચીનની સેનાના વરિષ્ઠ પ્રવક્તા કર્ન રેને કહ્યું છે કે ચીન અને ભારત એશિયાની મહાશક્તિ છે અને એક મજબૂત પાડોશી પણ છે. તેમણે કહ્યું છે કે ચીનની સેના બંને દેશોની સેના વચ્ચે સંબંધોને મજબૂત કરવા ચાહે છે. બંને દેશોના ટોચના નેતાઓની વાતચીત બાદ હવે સૈન્ય સ્તર પર પણ વિશ્વાસ વધારવાની જરૂત છે. આ સિવાય બંને દેશોની સેનાઓ ડોકલામ સૈન્ય ગતિરોધ બાદ બંધ કરાયેલી વાર્ષિક સૈન્ય કવાયત પણ ફરીથી શરૂ કરે તેવી શક્યતા છે.

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!