GSTV
Home » News » ડોકલામ મુદ્દા પર સુલેહની વાત પોકળ, ચીને ૩૦ વખત ભારતીય સરહદમાં કરી ઘુસણખોરી

ડોકલામ મુદ્દા પર સુલેહની વાત પોકળ, ચીને ૩૦ વખત ભારતીય સરહદમાં કરી ઘુસણખોરી

ભલે દાવો થઇ રહ્યો હોય કે ડોકલામ મુદ્દા પર સુલેહ થઇ ગઈ છે પરંતુ એ વાત પોકળ નીકળી છે. પરંતુ એક મીડિયા અહેવાલ પ્રમાણે ચીન દ્વારા ડોકલામમાં આશરે ત્રીસ વખત ઘુસણખોરી કરવામાં આવી છે.

ડોકલામ વિવાદ મુદ્દે ચીનની ઘુસણખોરી વાતચીત કરી શાંત પાડવામાં આવી હતી, પરંતુ ચીનની ઘુસણખોરી ચાલુ જ છે. એવા અહેવાલો છે કે આ વર્ષે 12 ઓક્ટોબરથી આઠમી નવેમ્બર સુધીમાં ચીને ૩૦ વખત ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી હતી.

ચીની સૈન્યએ 14 ઓક્ટોબર, 2017ના રોજ છ કિમી સુધી ઘુસણખોરી કરી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો. ચીને ડોકલામ વિવાદ શાંત પાડ્યા બાદ સૌથી વધુ ઉત્તરી લદ્દાખમાં ઘુસણખોરી કરી હતી. અહીંના ટ્રિંગ હાઇટ અને ડેપ્સંગ વિસ્તારમાં ચીને 20 વખત ઘુસણખોરી કરી હતી.

કેટલાક વિસ્તારોમાં 20 કિમી સુધી ચીની સૈનિકો ઘુસી આવ્યા હતા અને ભારતીય સૈનિકોની સાથે બોલાચાલી પણ કરી હતી.

આ ઘટના બાદ જ ચીની સૈનિકોની હિંમત વધી ગઇ હતી અને સતત ૨૫ ઓક્ટોબર અને ૩૦ ઓક્ટોબરના રોજ બે વખત ભારતીય સરહદની અંદર બેથી સાત કિમી ઘુસણખોરી કરી હતી. આમ સતત ૩૦ વખત ચીને ઘુસણખોરી કરી હતી.

આ ઘુસણખોરીના અહેવાલો ત્યારે સામે આવી રહ્યા છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડા પ્રધાન વચ્ચે બેઠક યોજાઇ ગઇ. જો કે આ બેઠકમાં સરહદી વિવાદોને લઇને ચર્ચા થઇ હોવાના અહેવાલો નથી.

Related posts

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!