GSTV

સિક્કિમમાં ચીન-ભારતના સૈન્ય ગતિરોધમાં અંગે PAK.ને દર્શાવી ચિંતા

પાકિસ્તાને સિક્કિમ સેક્ટરમાં ડોકલામ સરહદે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ગત 2 માસથી ચાલી રહેલા ગતિરોધ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાને કહ્યું છે કે પ્રાદેશિક શાંતિ જાળવી રાખવાની જવાબદારી તમામ દેશોની સહિયારી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ ઝકારિયાએ કહ્યું છે કે પાકિસ્તાને સિક્કિમ સરહદે ભારતીય ઉલ્લંઘન પર ધ્યાન આપ્યું છે. ક્ષેત્રમાં વધી રહેલી ભારતની જોહુકમી અને તેની જમીન કબજે કરવાની કોશિશોને લઈને પાકિસ્તાન ચિંતિત છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનો આરોપ છે કે ભારતનો વ્યવહાર ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતાને ખતરામાં નાખી રહ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતમાં ભાજપના સત્તામાં આવ્યા બાદ ભારત-પાકિસ્તાનના દ્વિપક્ષીય સંબંધો વણસ્યા છે. જમ્મુ-કાશ્મીરના મામલાને શાંતિ માટે ઉકેલવો જરૂરી છે અને ભારત આના સંદર્ભે સકારાત્મક રહ્યું નથી.

Related posts

કોરોનાએ તો પ્રેમી પંખીડાને પણ એક ન થવા દીધા, આઠ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને પોતાના લગ્ન અટકાવવા પડ્યા

Ankita Trada

કોરોનાનો ભય: અમેરિકાના પ્રમુખે પીએમ મોદી પાસે તાત્કાલિક ધોરણે આ દવાની કરી માગ, વિશ્વની મહાસત્તા પણ ઘુંટણીયે

Ankita Trada

કોરોનાથી લોકોને બચાવવાની જગ્યાએ ટ્રમ્પને અર્થવ્યવસ્થાની ચિંતા, શું આ બેદરકારી અમેરિકાને ભારે પડશે?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!