GSTV

જાણવાજેવુ / નાના બાળક સાથે કરી રહ્યા છો બાઈક પર સફર, રહો સાવચેત આ નિયમોનુ કરવુ પડશે ફરજીયાતપણે પાલન

Last Updated on October 26, 2021 by GSTV Web Desk

હાલ સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટની કલમ-૧૨૯ માં અમુક સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારો મોટર વ્હીકલ્સ અધિનિયમ-2019 ને લઈને છે. આ કલમની એક જોગવાઈ એવી છે કે, કેન્દ્ર સરકાર પોતાના નિયમો દ્વારા મોટરસાયકલ પર સવારી કરતા ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સુરક્ષાના ઉપાય ઉપલબ્ધ કરાવી શકે છે. આ જોગવાઈને ધ્યાનમાં રાખીને સરકારે અમુક નવા નિયમો નક્કી કર્યા છે. જોકે, આ નિયમો અત્યારે ડ્રાફ્ટ પર છે પરંતુ, તે ખુબ જ મહત્વપૂર્ણ છે.

માર્ગ પરિવહન મંત્રાલયે ડ્રાફ્ટમા અમુક નિયમો ઘડ્યા છે, જેમાં અનેક પ્રકારની ભલામણો કરવામાં આવી છે. જો આ ડ્રાફ્ટ પર રહેલા નિયમોને સરકાર તરફથી લીલી ઝંડી મળશે તો તેને અમલમા લાવી શકાય છે. આ નિયમો મોટરસાયકલ પર ચાલક સાથે બેઠેલા બાળકોને લઈને છે. મંત્રાલયની ભલામણમા એવુ કહેવામા આવી રહ્યુ છે કે, ચાર વર્ષથી ઓછી વયના બાળકોની સલામતી માટે અમુક ઉપકરણોનો ઉપયોગ કરવામા આવશે. અહી સલામતીના સાધનોનો ઉલ્લેખ એટલે હેલ્મેટને એક સલામતીનુ સાધન માની શકાય.

શું છે નિયમ?

ભલામણમા એવુ કહેવામાં આવ્યું છે કે, મોટરસાયકલ ચાલક નક્કી કરશે કે તેની પાછળ બેઠેલા ૯ મહિનાથી ૪ વર્ષની ઉમરના બાળકો ક્રેશ હેલ્મેટ પહેરે. બાળકનુ આ હેલ્મેટ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા માન્ય હોવુ જોઈએ. જો આ સ્ટાન્ડર્ડ મુજબનું હેલ્મેટ ના હોય તો ડ્રાઇવર સામે કડક કાર્યવાહી થઈ શકે છે. ક્રેશ હેલ્મેટ વિશે એવું કહેવામા આવ્યુ છે કે, તે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, 2016 હેઠળ નિર્ધારિત માર્ગદર્શિકા અને યુરોપિયન (સીઇએન) બીએસ ઇએન 1080/બીએસ એન 1078 થી મેળ ખાતુ હોવુ જોઈએ. આ ઉપરાંત 4 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો સાથે બાઈક પર મુસાફરી કરતા સમયે બાઈકની મહત્તમ સ્પીડ 40 ની હોવી જોઈએ.

શું કહ્યું પરિવહન મંત્રાલયે?

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ અંગે ટ્વીટ કર્યું છે. તે કહે છે કે, બાળકને ડ્રાઇવર સાથે કનેક્ટેડ રાખવા માટે એક સુરક્ષા ઉપકરણ લગાવવુ જરૂરી છે. આ સુરક્ષા ઉપકરણ બાઈક ચાલાક અને બાળક બંનેને કનેક્ટ રાખશે, જેથી મોટરસાયકલ ચલાવતી વખતે બાળક પડી ન જાય. જો બાળકની ઉંમર 9 મહિનાથી 4 વર્ષની વચ્ચે હોય તો તેણે ક્રેશ હેલ્મેટ પહેરવું પડશે. આ ઉપરાંત બાઇકની સ્પીડ પણ 40 કિમીની અંદર રાખવાની છે.

કેવું હોવું જોઈએ હેલ્મેટ?

સુરક્ષા ઉપકરણો વિશે એવુ કહેવામા આવ્યુ છે કે, તે બીઆઇએસના નીતિનિયમો મુજબ હોવા જોઈએ. આ સિવાય તે વજનમાં હળવા અને એડજસ્ટેબલ હોવા જોઈએ. આ સિવાય તે વોટરપ્રૂફ અને ટકાઉ પણ હોવા જોઈએ. સલામતી ઉપકરણ ભારે નાયલોન અથવા મલ્ટિફિલામેન્ટ નાયલોનનું હોવું જોઈએ. સલામતી ઉપકરણ એટલું મજબૂત હોવું જોઈએ કે તે ૩૦ કિલો સુધીનું વજન સરળતાથી સહન કરી શકે. પરિવહન મંત્રાલયે કહ્યું છે કે, જે કોઈને ડ્રાફ્ટ નિયમ પર કોઈ સૂચનો અથવા વાંધો હોય તો તેને ઇ-મેઇલ દ્વારા જાણ કરી શકાય છે.

Read Also

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!