GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોના વાયરસને સુંઘીને શોધી નાંખશે શ્વાન! શરૂ થઈ રહી છે સ્પેશિયલ ટ્રેનિંગ

Corona

આખી દુનિયામાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસનો ઉકેલ લાવવા માટે વૈજ્ઞાનિકોને એક નવી યુક્તિ સુઝી છે. વાસ્તવમાં આ મહામારીને મૂળમાંથી ખતમ કરવા માટે હવે કુતરાઓની મદદ લેવામાં આવશે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છેકે, શ્વાનોમાં સુંઘવાની શક્તિ સૌથી તેજ હોય છે. તેઓ કોઈ પણ બિમારીને સુંઘીને શોધી શકે છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન(LSHTM)એ બ્રિટનની એક અંગ્રેજી વેબસાઈટનાં માધ્યમથી જણાવ્યુ હતુકે, શ્વાનો મેલેરિયા જેવાં રોગોને સરળતાથી સુંઘીને ઓળખી શકે છે. એટલા માટે કોરોના વાયરસનો સામનો કરવા માટે તેમની મદદ લેવામાં આવશે.

LSHTMનાં અભ્યાસકર્તાઓનો દાવો

LSHTMનાં અભ્યાસકર્તાઓનો દાવો છેકે, તેની સંભાવના ઘણી ઓછી છેકે, શ્વાનો કોરોના વાયરસને સુંઘીને તેની જાણકારી આપી શકે. તેને લઈને જલ્દીથી 6 સપ્તાહનો ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે. કોરોના વાયરસની જાણ શ્વાનોને કરાવવા માટેની પહેલ લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિને બ્રિટનની એક સંસ્થા મેડિકલ ડિટેક્શન ડોગ્સની સાથે મળીને કરી છે. વૈજ્ઞાનિકો માને છેકે, દરેક બિમારીની તેની પોતાની અલગ ગંધ હોય છે. શ્વાનો ઉપર થયેલાં આવા ઘણાં પ્રયોગો પહેલાં સફળ થઈ ચૂક્યા છે. શ્વાનો માણસની ચામડીનાં તાપમાનનો બદલાવ પણ તરત લગાવી શકે છે.

આ બ્રીડનાં શ્વાનો હોય છે મહત્વપૂર્ણ

મેડિકલ ડિટેક્શન ડોગ્સનાં ચીફ એક્ઝિક્યુટીવ અને ફાઉન્ડર ક્લેર ગેસ્ટ દાવાથી કહે છેકે, શ્વાનો કોવિડ-19ને સુંઘીને ઓળખવામાં જરા પણ ચૂકશે નહી. એવામાં કુતરાઓમાં લાબ્રાડોર બ્રીડ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે જણાવ્યુ હતુકે, હવે તેને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આખરે કેવી રીતે સાવધાની રાખવી અને શ્વાનોને કોરોના વાયરસના ગંધની ઓળખ કરાવવી જોઈએ. ટ્રેનિંગ બાદ ડિટેક્શન શ્વાનોની તૈનાત એરપોર્ટ પર કરાવવામાં આવશે.જેથી એવાં લોકોની ઓળખ થઈ શકે જે લોકોને આ જીવલેણ બિમારીનો ચેપ લાગેલો છે. માણસોની સરખામણીએ શ્વાનોના નાક વધારે સંવેદનશીલ હોય છે. આ જ કારણે ડ્રગ્સ અને વિસ્ફોટકોની ઓળખ લગાવવાની સાથે સાથે આરોપીઓને પણ ગંધ દ્વારા શોધવામાં શ્વાનોની મદદ લેવામાં આવે છે. શ્વાનો ઉપર કરવામાં આવેલાં આ પ્રયોગથી વૈજ્ઞાનિકોને ઘણી આશા છે. જો આ ફોર્મુલા સફળ રહેશે તો દુનિયામાંથી કોરોના વાયરસનું નામોનિશાન ખતમ કરવામાં ઐતિહાસિક પગલું માનવામાં આવશે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!