GSTV
Home » News » અદભૂત અને અવિસ્મરણિય : ભારતીય સેનાની ડોગ સ્ક્વોડે પણ જવાનો સાથે યોગ કર્યા

અદભૂત અને અવિસ્મરણિય : ભારતીય સેનાની ડોગ સ્ક્વોડે પણ જવાનો સાથે યોગ કર્યા

વિશ્વભરમાં આજે ઠેર ઠેર આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતીય જવાનોએ પણ સિયાચેનના સૌથી ઠંડા પ્રદેશમાં યોગ કરી વિશ્વને સંદેશો પહોંચાડ્યો હતો. તો પ્રધાનમંત્રીએ ઝારખંડના રાંચીમાં યોગ દિવસનો પ્રારંભ કરાવી દેશને સંબોધન કર્યું હતું. ત્યારે આજે જમ્મુના બીએસએફ જવાનોએ કૂતરા સાથે યોગ કરતા હોવાનો વીડિયો સામે આવતા સૌ આશ્ચર્યમાં મુકાયા હતા.

જમ્મુના બીએસએફ જવાનોના ટ્રેઈન ડોગ સ્ક્વોડે પણ જવાનો સાથે યોગ અભ્યાસ કર્યો હતો. તેમની યોગ કરવાની સ્ટાઈલ અદ્દલ પાસે બેસેલા જવાનોની માફક હતી. ઉલ્લેખનીય છે કે બોર્ડર પર તૈનાત ભારતીય સેનાના જવાનો હંમેશાં યોગ દિવસે કંઈક નવું કરી દેશને સંદેશો પાઠવે છે. ત્યારે આજે દેશની સુરક્ષા કરતા જવાનો સહિત ડોગ સ્ક્વોડે પણ યોગ કરતા વિસ્મયકારી દ્રશ્યો સર્જાયા હતા.

Read Also

Related posts

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva

જેતપુર હાઈવે પર પાંચ કિમી લાંબો ટ્રાફિકજામ, લોકો થયા ત્રાહિમામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!