પ્રાણીઓમાં કૂતરા સૌથી વફાદાર અને પ્રેમાળ હોય છે. તેમની જાતજાતની હરકતો આપણું દિલ જીતી લે છે. આજકાલ કૂતરાનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે નેટીજન્સના દિલ જીતી રહ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં કૂતરો ત્રણ લોકો સાથે વોલીબોલ રમી રહ્યો છે. રોચક વાત તો એ છે કે જેવો જ બોલ કૂતરા તરફ આવે છે તે તેને જોરથી ઉછાળીને હવામાં હીટ કરે છે. કૂતરાને જોઈને એમ લાગે છે જાણે તે આ કામમાં એક્સપર્ટ હોય.
The little guy in the black shirt has a future in volleyball pic.twitter.com/OM9RDQTeDQ
— Gabriele Corno (@Gabriele_Corno) September 27, 2022
જો કે આ વીડિયોને 2020માં શેર કરવામાં આવ્યો હતો. જે કુતરા કિયારા અને તેના માલિક માથિયાસ બર્નત્સેન નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે “કાળા શર્ટમાં નાના કૂતરાનું વૉલીબૉલમાં ભવિષ્ય છે.”

આ વીડિયોને હજારો રીટ્વીટ મળ્યા જેના કારણે તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
READ ALSO
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો
- ગિપ્પી ગ્રેવાલના ઘર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી, પોલીસે કરી સુરક્ષા સમીક્ષા
- ઉત્તરકાશી ટનલમાંથી બહાર કાઢવામાં આવેલ કામદારોની શું છે સ્થિતિ, જાણો AIIMS દ્વારા શું કહેવામાં આવ્યું
- શિયાળામાં હનીમૂન માટે બેસ્ટ છે ભારતના આ 7 શહેરો, પાર્ટનર સાથે વિતાવો ક્વોલિટી ટાઈમ