કર્ણાટકમાં એક અફવાના કારણે લોકોએ બિરયાની ખાવાની બંધ કરી દીધી છે. અહીં એવી અફવા ફેલાઈ છે કે ઉદિપી અને શિવામોગા શહેરોની હોટલોમાં જે ચિકન અને બિરયાની બને છે તે કૂતરાંના મિટમાંથી બનાવવામાં આવે છે. જણાવે છે કે આ અફવા એક મહિલા જે 90 વર્ષની હતી તેનું મોત થયું હતું.

જેને પાંચ દિવસ પહેલા કૂતરું કરડ્યું હતું. ત્યારબાદ કૂતરાના ત્રાસથી હેરાન લોકોએ તેની ફરિયાદ પ્રશાસનને કરી હતી. કૂતરાને મારવા પર પાબંદીના કારણે પ્રશાસને કોયમ્બતૂરથી કૂતરા પકડવા માટે ડોગ કેચર્સને બોલાવી હતી. તેમણે લગભગ 22 કૂતરાં ગામમાંથી પકડ્યા અને તેને મુટલ્લી ગ્રામ પંચાયતમાં છોડવા માટે પહોંચ્યા હતા, પરંતુ ગામ વાળાના વિરોધ પછી તેને નજીકના જંગલોમાં છોડવામાં આવ્યા હતા.

આખી ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે કૂતરાને ટ્રકમાં ભરીને લઈ જતો વિડીયો કોઈએ સોશિયલ મીડિયા પર મૂક્યો. સાથે મેસેજ વાયરલ કર્યો કે કૂતરાના મિટમાંથી બિરયાની બનાવવામાં આવે છે, માટે તેને ટ્રકમાં ભરીને લઈ જાય છે. ત્યારબાદ ગામના લોકો હવે હોટલ અને મિટની દુકાનોથી દૂર રહેવા લાગ્યા છે.

લોકલ સાઈટ્સ અને કેટલાક લોકલ પેપરમાં ચેક કર્યા વગર ન્યૂઝ ફેલાવ્યા. જેનાથી લોકો ડરી ગયા અને ચિકન તેમજ મટન ખરીદવાનું બંધ કરી દીધું. દુકાનદારો કહે છે કે જૂન-ઓગસ્ટમાં માછલી પકડવા પર બેન હોવાના કારણે ભો-ભો-બિરયાનીનું માર્કેટ સારું ચાલી રહ્યું હતું.

તેમાં પણ આ અફવાના કારણે મંદી આવી ગઈ છે. ફૂડ કોર્પોરેશનના અધિકારીઓએ અપીલ કરી છે કે અફવાઓ પર ધ્યાન ન આપે અને ચિકન-મટન કૂતરાના મિટમાંથી નથી બનાવવામાં આવતું.
Read Also
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ