GSTV
Home » News » દરેક ગુરુવારે આ મંદિરમાં ભજન ગાતા વ્યક્તિને જોશો તો ચોંકી જશો, વીડિયો થયો છે વાયરલ

દરેક ગુરુવારે આ મંદિરમાં ભજન ગાતા વ્યક્તિને જોશો તો ચોંકી જશો, વીડિયો થયો છે વાયરલ

પુનાનો ચોંકાવનારો વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ થયો છે. તમે કયારે તમારા શ્વાનને ભજન ગાતા જોયો છે ? જેમાં દર ગુરુવારે એક શ્વાન મંદિરમાં ભજન ગાય છે. તમને આ વાત અચંબામાં મુકી દે તેવી લાગે છે ને ? પણ પુનામાં આવો જ એક શ્વાન છે ,જે દર ગુરુવારે સાંજે મંદિરમાં આવે છે .અને સંધ્યામાં આરતીમાં સામેલ થાય છે. ત્યારે આરતીની સાથે પોતે પણ ગીત ગાય છે. જ્યારે સુષ્મા દાતે નામની એક મહિલાએ પોતાના ટવીટર હેન્ડલ પર મંદિરમાં આરતીના સમયે ગીત ગાતા એક શ્વાનનો વિડીયો મુકયો છે. અને તે સોશ્યલ મિડીયા પર ખુબ વાઇરલ થયો છે. સુષ્માએ જણાવ્યું છે કે આ શ્વાન મારા મિત્રના કારખાનામાં રહે છે. અને તે દર ગુરુવારે સાંજે મંદિરમાં આવીને આરતી, ભજનમાં સામેલ થાય છે. ત્યારે ભજન કીર્તન પૂર્ણ થયા બાદ તે પ્રસાદ લઇ પરત કારખાને પહોંચી જાય છે.

This devout little dog belongs to my friend’s factory. Every Thursday evening, without fail, he walks over to the temple next door and joins the keertan. Then he has his share of prasad and trots back home. Every single Thursday! 🙂 pic.twitter.com/HiuluOJdiy— sushma date (@sushmadate) April 11, 2019

આ વિડીયો જોઇને કેટલાય લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે હજારો લોકોએ તેને લાઇક કરી શેર પણ કર્યા છે. કેટલાક લોકો તો દૂર દૂરથી આ શ્વાનને જોવા તેનું ગીત સાંભળવા માટે મંદિરે પહોંચી જાય છે. ત્યારે કેટલાક લોકો તેને ભગવાનો ચમત્કાર પણ માને છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં પણ શ્વાનની વફાદારીની વાતો ઘણી જગ્યાએ સાંભળવા મળે છે.

જ્યારે ઘણા લોકો તેને ભગવાનનો ચમત્કાર ગણે છે. તો બીજી તરફ નિષ્ણાંતોનું કહેવું છે કે કોઇ પણ સંગીત કે ધ્વની તરંગોને લઇ શ્વાન આકર્ષાય છે અને આ કિસ્સામાં પણ કોઇ ચમત્કાર નથી કે કોઇ ભકિત નથી. સર્કસ અને અન્ય કેટલીક જગ્યાએ આપણે શ્વાનને નાચતા જોયા છે અને શ્વાન ગાતા હોય તેવા કેટલાય વિડીયો યુટયુબ પર પણ ઉપલબ્ધ છે એટલે તેમાં કોઇ નવી વાત નથી કે કોઇ ચમત્કાર નથી.

READ ALSO

Related posts

તમારા ફોનની આ સેટિંગ ઑન હશે તો કોઇપણ તમને કરી શકે છે ટ્રેક, 1 મિનિટમાં આ રીતે કરો ચેક

Bansari

ટ્રીપલ રિયર કેમરા અને 5000mAhની બેટરી સાથે Vivo Y17 લોન્ચ, અહીં જાણો શું છે ખાસ

Arohi

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari