GSTV
Home » News » કંઈ એમ જ નથી મળ્યું વફાદારીનું બિરુદ, કુતરાએ પાસપોર્ટ ફાડી માલિકનો જીવ બચાવ્યો

કંઈ એમ જ નથી મળ્યું વફાદારીનું બિરુદ, કુતરાએ પાસપોર્ટ ફાડી માલિકનો જીવ બચાવ્યો

કુતરાને કંઈ એમ જ વફાદારીનું બિરુદ નથી આપવામાં આવ્યું. કુતરાઓને પોતાના માલિક પર આવનારી આફત વિશે અગાઉથી જ ખબર પડી જાય છે. કંઈક આવું જ થયું છે તાઈવાનની એક મહિલા સાથે, જે ચીનના વુહાનમાંથી હવાઈ યાત્રા પર જવાની તૈયારી કરી હતી.

યાત્રા પર મહિલા નિકળે તે પહેલા જ તેના કુતરાએ તેનો પાસપોર્ટ ફાડી નાખ્યો, જેને લઈ આ મહિલાની પ્રવાસ રદ થઈ ગયો. વુહાનમાં કોરોનાવાયરસ ફેલાવાની ખબર મળ્યા બાદ મહિલાએ ફેસબુક પર પોતાના ફાટેલા પાસપોર્ટ સાથે કુતરાની પણ તસ્વીર શેર કરી તેનો આભાર માન્યો હતો. કોરોનાવાયરસ ફેલાયા બાદ સમગ્ર વુહાનને બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં 80 લોકોના મોત આ વાયરસના કારણે થઈ ગયા છે.

કુતરાની માલિકે આ તસ્વીર શેર કરતા લખ્યું છે.

પ્યારી બચ્ચી,
આભાર, તે ફરી એક વાર મારી રક્ષા કરી છે.
મારી જિંદગીમાં તને જગ્યા આપી હું કેટલી ભાગ્યશાળી થઈ છું.

મારી વ્હાલી તને, તને ખૂબ પ્યાર…

આ બચ્ચીએ મારો જીવ બચાવ્યો છે. જેવો મારો પાસપોર્ટ ફાટી ગયો તેવો જ વુહાનમાં કોરોનાવાયરસ ફેલાવા લાગ્યો. હવે જ્યારે હું તેના વિશે વિચારું છું તો લાગે છે કે, મારા કુતરાએ મારો જીવ બચાવ્યો છે.

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!