કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી વિવાદમાં આવ્યા છે. તેમણે ધોળકામાં આયોજિત કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિર મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, ભાજપ સરકારે રામ મંદિરના નામે ભગવાનનો ઉપયોગ રાજકારણમાં કર્યો છે. ભાજપે રામના નામે છેતરપિંડી કરી છે. એટલે રામને છેતરનારા આપણને કેમ ન છેતરે… રામ મંદિર માટે ઉઘરાણું કરવા નીકળ્યા પરતું શિલા પર શ્વાન પેશાબ કરી ગયા. જેની જરાક પણ ચિંતા કરવામાં ન આવી. ભાજપે રામ મદિરમાં આવેલા ફાળોનો હિસાબ આપ્યો નથી. બજેટમાં પૈસાની જોગવાઈ કરવામાં આવી છે તેમ છતાં ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે.

તો ભરતસિંહ સોલંકીના નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસ આવું બોલે છે એ એમની આદત છે. અશિષ્ટ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ એમના માટે સામાન્ય છે.
मैंने पहले भी कहा था की कांग्रेस पार्टी जनता की भावनाओं को ठेस पहुँचाने का काम करती है, हमेशा हिंदू धर्म की आस्था को नुक़सान पहुँचाने का प्रयास करती हैं। आज पूर्व केन्द्रीय मंत्री और गुजरात कांग्रेस के नेता ने बयान दिया की राम मंदिर की ईंटों पर कुत्ते पेशाब करते हैं..!
— Hardik Patel (@HardikPatel_) May 24, 2022
આ મામલે કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની પણ મોટી પ્રતિક્રિયા આવી છે. જેમણે કહ્યું છે કે, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા-દેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશા હિન્દૂ ધર્મની આસ્થાની વિરોધમાં જ કામ કરતી આવી છે. આજે ગુજરાતના નેતાએ નિવેદન આપ્યું કે રામ મંદિરની ઈંટો પર કુત્તરાઓ પેશાબ કરતા હતા.

હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે તમને ભગવાન શ્રી રામથી શું વાંધો છે. હવે તો ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ પણ થઇ રહ્યું છે છતાંય કોંગ્રેસના નેતા વિવાદિત નિવેદન કેમ આપે છે. શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી ?
Read Also
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર
- ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલ છે તમારા ધનનું કનેક્શન, લગાવો આ 5 વસ્તુ તો ઘર રહેશે સમૃદ્ધ
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા